Abtak Media Google News

જૂની કૃષિ વ્યવસ્થાની સામે સરકાર ક્રાંતિકારી પરિવર્તન કરવા તત્પર

ખેતીપ્રધાન ભારતની દાયકાઓ જુની કૃષિ વ્યવસ્થાને સમય સાથે ક્રાંતિકારી પરિવર્તનના મોડમાં લાવવા માટે સરકારના પ્રયત્નો હવે ચરમસીમાએ પહોંચી ગયા છે. ભારત અને ઇઝરાયેલએના સંસ્કૃત પ્રયાસોથી કૃષિ સંશોધન અને ખાસ કરીને જેનેટીક મોડીફાઇ કૃષિ વિજ્ઞાન તરફ આગળ વધતું ભારત હવે વધુને વધુ ટેકનોલોજીનો ઉપયોગ કરી કૃષિને આધુનિક બનાવવાની દિશામાં ગતિશીલ બન્યું છે.

સરકાર વિશ્ર્વની આધુનિક ટેકનોલોજી અને કૃષિમાં સતત નવા સંશોધનોના આવિષ્કાર માટે દરેક ક્ષેત્રના સંશોધનમાં આગળ વધી રહીછે. ગ્રામ્ય પંચાયત અને ગ્રામીણ સ્તરે આર્ટિફીશીયલ ઇન્ટેલીજીયન્સથી દેશની કૃષિ પ્રવૃતિ પર સતત દેખરેખ, અવલોકનો અને જયાં જયાં સુધારાની આવશ્યકતા છે. ત્યાં આર્ટિફીશીયલ ઇન્ટેલીજીયન્સના માઘ્યમથી કૃષિ ઉત્પાદન વધારવાથી લઇને નવા સંશોધનો અને નવી ટેકનોલોજીનો જેમ બને તેની વધુને વધુ ઉપયોગ કરીને ખેતીને ટુંક સમયમાં જ ખેતીને એક નવી દિશા આપવા કટીબઘ્ધ બનીછે.

સરકાર ખેડુતોને આધુનિક કૃષિ પઘ્ધતિઓ તરફ વાળવા વધુને વધુ આર્ટિફીશીયલ ઇન્ટેલીજીયન્સના સહારે પાકના ઉત્૫ાદનમાં કેવી રીતે વધારો કરી શકશે પાકની ગુણવત્તાના સુધારાથી લઇને કૃષિને વધુને વધુ ટેકનોલોજીના માઘ્યમથી આધીન બનાવીને થી આગામી ઉનાળુ પાક.માં જ કૃષિ ક્ષેત્રને નવી દિશા પર લઇ જવાના પ્રયાસોનો અમલ શરુ કરવામાં આવ્યો છે.

વાતાવરણની જાણકારી અવલોકન માટે ડિજીટલ ઉપકરણો માટેના સાધનો અને ટેકનોલોજીના વિકાસની સાથે સાથે કૃષિના અવલોકનો અને અહેવાલો માટે કૃષિ મંત્રાલય દ્વારા ખાનગી કંપનીઓને પાયલોટ પ્રોજેકટના અભ્યાસ સાથે જ ડાંગર, સોયાબીન, કપાસ, બાજરી, મકાઇ,માંડવી, ગુવાર જેવા પાકો પર પ્રાયોગિક ધોરણે સર્વે કરીને આંકડાકીય માહીતી આને પૃથ્થકરણની માહીતી સાથે સરકાર ખેડુનોને નવી પઘ્ધતિથી ખેડુતોના કાયઢબમાં પરિવર્તન લાવીને ખેતીને આધુનિક બનાવવા માંગે છે.

સરકાર દ્વારા માહોલનો બિસ નેશનલ ક્રોપ્સ ફોર ફાસ્ટ સેન્ટરને અત્યારે પ્રાયોગિક ધોરણે જીલ્લાસ્તરે સંશોધનની કામગીરી સોંપીને ૩૦ ટકા થીવધુ કૃષિક્ષેત્ર ને સંશોધન અને અવલોકનમાં કૃષિનું આધુનિક બનાવવાની દિશામાં મકકમ ડગલો ભરીલીધો છે. કૃષિ પ્રધાન ભારત પાસે ખેતીની પુષ્કળ જમીનો હોવા છતાં હજુ ઉત્પાદન વૃઘ્ધિ આને કૃષિ ઉત્પાદનની ગુણવત્તામાં આપણે ઘણા પાછળ છીએ. ખેતીની પુષ્કળ જમીન હોવા છતાં વરસાદ આધારીત ખેતીના કારણે આપણે ઉત્પાદન અને ગુણવત્તામાં ધોર્યુ નિશાન સિઘ્ધ કરી શકતા નથી હવે સરકાર સઁપૂર્ણપણે આધુનીક કૃષિનો ઉપયોગ થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.