Abtak Media Google News

સ્ટોલ ઉભા કરીને વિવિધ યોજનાઓની માહિતી અપાશે: દરેક તાલુકાના 5 સફળ ખેડૂતોનું સન્માન કરાશે

મોરબી જિલ્લામાં ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત તમામ તાલુકાઓમાં આજે કૃષિમેળો યોજાયો છે જેમાં અનેક સ્ટોલ ઉભા કરી કેન્દ્ર તથા રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની માહિતી તેમજ કૃષિ વિષયક સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવશે. આ સાથે સફળ ખેડૂતોનું સન્માન પણ કરાયુ હતું.

મોરબી જીલ્લામા તા.૨ના રોજ ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત કિસાન કલ્યાણ મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું છે.મોરબીમાં માર્કેટિંગ યાર્ડ ખાતે, માળિયામાં મોડેલ સ્કૂલ- મોટી બરાર ખાતે, ટંકારામાં જયશ્રી ઓઇલ ઇન્ડસ્ટ્રીઝ ખાતે, વાંકાનેરમાં બાગાયત ફાર્મ મોટીવાડી -રાતીદેવડી રોડ ઉપર અને હળવદમાં મોડેલ સ્કૂલ માર્કેટીંગ યાર્ડ સામે કૃષિમેળો યોજાયો છે.

આ અંગે જિલ્લા ખેતીવાડી અધિકારી ગજેરાએ જણાવ્યું હતું કે આ કૃષિમેળામાં દરેક તાલુકાના ૫ સફળ ખેડૂતોનું સન્માન કરવામાં આવ્યું હતું. મેળાના સ્થળે ૨૦થી ૨૫ જુદી-જુદી યોજનાઓની માહિતી અંગેના સ્ટોલ મુકાયા છે. કાર્યક્રમમાં પ્રગતિશીલ ખેડૂતો પોતાના અનુભવો પણ રજુ કર્યા હતા. આ તકે ખેડૂતોને કૃષિલક્ષી સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું અને ખેડૂતોનો મુંઝવતા પ્રશ્નોનું નિરાકરણ પણ કરાયું હતું.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.