Abtak Media Google News

કર્ણાટક ચૂંટણી પછી ભાજપ અધ્યક્ષ અમિત શાહે સોમવારે પહેલી વખત મીડિયા સાથે વાત કરી. તેઓએ કહ્યું કે કર્ણાટકમાં ભાજપ સૌથી મોટી પાર્ટી બની, તેમના મતની ટકાવારી પણ વધી. ભાજપની બેઠક પણ 40થી 104 થઈ. તે માટે હું કર્ણાટકની જનતાનો આભાર વ્યકત કરુ છું.

અમિત શાહે કહ્યું કે, “કર્ણાટકની જનતાએ કોંગ્રેસવિરૂદ્ધ જનાદેશ આપ્યો. JDS પણ ત્યાં જ જીત્યું જ્યાં ભાજપ નબળી રહી છે. જ્યાં અમે મજબૂત રહ્યાં ત્યાં અમે જ જીત્યાં છીએ. આ એન્ટી કોંગ્રેસ જનાદેશ છે. મુખ્યમંત્રી પોતે જ ચૂંટણી હાર્યા તો બીજી બેઠક પરથી ઓછા માર્જીનથી ચૂંટણી જીત્યાં છે. આ બતાવે છે કે જનાદેશ કોંગ્રેસ શાસનની વિરૂદ્ધ છે.

Bjp 1526902718અનેક લોકો અપપ્રચાર ઊભો કરવાનું કામ કરે છે કે પૂર્ણ બહુમત ન હોવા છતાં ભાજપે સરકાર બનાવવાનો દાવો કેમ કર્યો. પૂર્ણ બહુમત કોઈ પાસે નથી તો શું ફરીથી ચૂંટણી કરાવવી? સૌથી મોટા પક્ષ તરીકે સરકાર બનાવવાનો અધિકાર ભાજપનો જ બને છે.જો અમે સરકાર બનાવવાનો દાવો ન કરત તો કર્ણાટકના જનાદેશ અનુસાર આ કામ ન થાત. 104 સીટોના જનાદેશ પછી વિશેષ રૂપથી કોંગ્રેસ વિરૂદ્ધ જનાદેશ પછી અમે આ દાવો કર્યો હતો, જેમાં કંઈ જ અનુચિત ન હતું.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.