Abtak Media Google News

નવા વર્ષમાં મહારાષ્ટ્ર જાતીય હિંસામાં ભડકે બળ્યું. સોમવારે પૂણે પાસે ભીમા-કોરેગાંવની લડાઈની 200મી વરસી પર યોજાયેલા કાર્યક્રમમાં બે જૂથોની હિંસામાં એક યુવાનનું મોત થઈ ગયું. હિંસા પૂણેથી લગભગ 30 કિ.મી. દૂર પૂણે-અહેમદનગર હાઈવે પર થઈ હતી. ત્યાર બાદ મંગળવારે જાતીય હિંસા મુંબઈ, પૂણે, ઔરંગાબાદ, અહેમદનગર જેવાં મોટાં શહેરો સુધી ફેલાઈ ગઈ. આ વિસ્તારોમાં પથ્થરબાજીની ડઝનબંધ ઘટનાઓ થઈ. તેમાં 160 બસોને નુકસાન પહોંચ્યું છે. મુંબઈના ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર દેખાવકારોએ ચક્કાજામ કર્યો. ભારિપ, બહુજન મહાસંઘ, મહારાષ્ટ્ર ડેમોક્રેટિક ફ્રન્ટ, મહારાષ્ટ્ર લેફ્ટ ફ્રન્ટ સહિત 250થી વધુ દલિત સંગઠનોએ બુધવારે મહારાષ્ટ્ર બંધનું એલાન કર્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.