Abtak Media Google News

 સુપ્રિમ કોર્ટના આદેશ અનુસાર રાજ્ય સરકારે આજે શાળા ફી નિર્ધારણ સમિતિની રચના નવેસરથી કરી છે, જેમાં ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના ચેરમેનના અધ્યક્ષપદે રચાયેલી આ સમિતિ શાળાઓની મહત્તમ ફી મર્યાદા નક્કી કરશે. ગુજરાતમાં શાળાઓની ફી નિર્ધારણ અંગેનો કાયદો પસાર કરવામાં આવ્યો હતો, જેની સામે સંચાલકોએ સુપ્રિમ કોર્ટ સુધી લડત આપી હતી. પરંતુ સુપ્રિમ કોર્ટના આદેશ બાદ ફીની મહત્તમ મર્યાદા અંગે ગુજરાત સરકારે આ સમિતિ બનાવી છે. જેમાં શાળાના સંચાલકોથી માંડીને વાલીઓ રજૂઆત કરી શકશે.

જૂન સુધી ફી માટે નહીં કરી શકાય દબાણ

અમદાવાદ સહિતના મોટા શહેરોમાં શાળા સંચાલકો દ્વારા ફી ઉઘરાવવા અંગે થઇ રહેલાં દબાણને વશ નહીં થવા જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે અને જૂન મહિના સુધી કોઇપણ સંચાલકો વાલીઓ પાસે ફી અંગેનો દબાણ કરી શકશે નહીં.

સુપ્રિમ કોર્ટે સૂચવેલા સુધારા

– ઝોનલ કમિટીમાં નિવૃત્ત ડિસ્ટ્રીક જજને બદલે નિવૃત હાઇકોર્ટ જજ નિમવા
– રાજ્ય કક્ષાની રિવિઝન કમિટીમાં બે નિવૃત હાઉકોર્ટના જજ મૂકવા
– એક અઠવાડિયામાં નવી ફી નિર્ધારણ સમિતિ બનાવી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.