Abtak Media Google News

સરકારના નિર્ણયોનો લાભ પ્રજા સુધી પહોંચે તે માટે વ્યવસ તંત્રને અસરકારક બનાવવા યોગી સરકારની કવાયત

ઉત્તરપ્રદેશમાં આઈપીએસ અધિકારીઓની બદલી બાદ મુખ્યમંત્રી યોગી આદિત્યનો એક ઝાટકે ૭૪ આઈએએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જેમાં શશી પ્રકાશ ગોયલને મુખ્યમંત્રીના મુખ્ય સચિવ તરીકે નિમવામાં આવ્યા છે અને અગાઉ આ હોદ્દામાં રહેલા દેવઆશિષ પાંડાને આ પદ ઉપરી હટાવવામાં આવ્યા છે. આ ઉપરાંત મહેસુલ અને રાહત કમિશ્નરના મુખ્ય સચિવ અરવિંદકુમાર ગૃહના મુખ્ય સચિવ તરીકે નિમવામાં આવ્યા છે તેવું ઉત્તરપ્રદેશ સરકારના પ્રવકતા દ્વારા કરવામાં આવ્યું છે.

ઉત્તરપ્રદેશમાં સરકારી યોજનાઓ અને સરકારી કામોનો લાભ પ્રજા સુધી પહોંચે તે માટે બદલી અને બઢતીના નિર્ણયો ઈ રહ્યાં છે. જેમાં યોગી આદિત્યના દ્વારા તાકીદે નિર્ણયો લેવાઈ રહ્યાં છે. ખાસ કરીને વિપક્ષોને સવાલો ઉઠાવવાનો મોકો ન મળે તે માટે ઉત્તરપ્રદેશ સરકાર દ્વારા મહત્વના નિર્ણયો ઈ રહ્યાં છે. યોગી આદિત્યનો આઈએએસ અધિકારીઓની બદલી માટે કરેલા આ નિર્ણયમાં વિવિધ મહત્વના વિભાગોનો સમાવેશ ાય છે. જેમાં પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવના ખાસ ગણાતા અધિકારી સંજય અગ્રવાલને સેક્ધડરી એન્ડ ટેકનીકલ એજયુકેશનમાં નિમવામાં આવ્યા છે. જયારે આલોકકુમારને પાવર ડિપાર્ટમેન્ટમાં નાયબ મુખ્ય સચિવની નિમણૂંક આપવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.