નોટબંધી પછીની નવીનક્કોર નોટો સરકારને પડી રૂ.૭૦૦૦ કરોડમાં…!!!

new-indian-currency
new-indian-currency

જોકે, નોટ છાપવામાં વધુ ખર્ચ થયો હોવાની વાતને રદીયો આપતા રાજય નાણામંત્રી પી.રાધા ક્રિષ્નન

૮ નવેમ્બર, ૨૦૧૬ના દિવસે થયેલ નોટબંધી બાદ સરકારે રૂ.૫૦૦ અને રૂ.૧૦૦૦ની જુની નોટો જમા કરાવવા માટે થોડો સમય આપ્યો હતો. આ પગલાને કારણે ભારતના અર્થતંત્રમાંથી અંદોજ ૮૬% ચલણી નાણુ આરબીઆઈમાં પાછુ આવ્યું હતું. આ ખાદ્યને પુરવા માટે સરકારે નવી રૂ.૫૦૦ની અને રૂ.૨૦૦૦ની નોટો છાપવાનું કામ હાથ ધરવામાં આવ્યું હતું. આ કામ કરવા માટે સરકારને મોટો ખર્ચ થયો હોવાનું ચર્ચાતું હતું.

લોકસભામાં પુછેલા એક સવાલના લેખિત જવાબમાં રાજય નાણામંત્રી પી.રાધા ક્રિષ્નને જણાવ્યું હતું કે, ભારત સરકાર દ્વારા રૂ.૫૦૦ની કુલ ૧૬૯૫.૭ કરોડ નોટો છાપવામાં આવી હતી જેની પાછળ ૪૯૬૮.૮૪ કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો. આ જ રીતે સરકારે ૨૦૦૦ રૂપિયાની કુલ ૩૬૫.૪ કરોડ નોટો છાપી હતી. જેની પાછળ કુલ ૧૨૯૩.૬ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો.

આ ઉપરાંત પી.રાધાક્રિષ્નને નોટો છાપવાના વધુ ખર્ચ કર્યાની વાતને રદીયો આપતા જણાવ્યું હતું કે, આર.બી.આઈ. દ્વારા ૨૦૧૫-૧૬માં સરકારને ૬૫૮૭૬ કરોડ આપવામાં આવ્યા હતા. જે ૨૦૧૬-૧૭માં ઘટાડીને ૩૦,૬૯૫ કરોડ કર્યા હતા. નોટબંધી બાદ લગભગ રદ થયેલ ૯૯% નોટો આરબીઆઈમાં પરત ફરી હતી જેનું આર્થિક મૂલ્ય લગભગ રૂ.૧૫.૨૮ લાખ કરોડ થાય છે સરકારે આ ઘટ પુરી કરવા માટે રૂ.૫૦૦ અને રૂ.૨૦૦૦ ઉપરાંત રૂ.૫૦ અને રૂ.૨૦૦ની નોટો પણ અર્થતંત્રમાં વહેતી મુકી હતી.

Loading...