Abtak Media Google News

રોકડ વ્યવહાર બંધ: ખેડુતોને ચેકથી ચુકવણું થશે: ટીડીએસ મુદ્દે ૨ દિવસ યાર્ડનાં વેપારીઓની હડતાલ બાદ આજથી પૂર્વવત શરૂ 

 

તા.૧ સપ્ટેમ્બરથી અમલી થયેલ ૧ કરોડથી વધુનાં વ્યવહારો પર ટીડીએસનાં વિરોધમાં સૌરાષ્ટ્રનાં માર્કેટીંગ યાર્ડ બે દિવસ સુધી બંધ રહ્યા હતા જોકે ટીડીએસ મુદ્દે કોઈ નિરાકરણ ન આવતા આજથી યાર્ડો પૂર્વવત શરૂ થઈ ગયા હતા.

મળતી માહિતી મુજબ ટીડીએસ મુદ્દે વેપારીઓ દ્વારા બે દિવસ માર્કેટીંગ યાર્ડમાં હડતાલ પાડવામાં આવી હતી જોકે હજુ સુધી સરકાર દ્વારા આ માંગણીનાં મુદ્દે કોઈ ખાતરી કે નિર્ણય લેવામાં આવ્યો નથી. ખેડુતોને તેમનાં કૃષિ માલ વેચાણનાં નાણા પણ આજથી ચેક દ્વારા ચુકવવામાં આવશે એટલે કે ખેડુતો અને વેપારીઓ વચ્ચે રોકડ નાણાનો વ્યવહાર બંધ થશે અને ખેડુતોએ ચેક વટાવીને તમામ પ્રકારની પ્રક્રિયા કરવી પડશે. રાજકોટમાં આવેલ બેડી યાર્ડ ખાતે વિવિધ બેંકોની ૭ જેટલી બ્રાંચો આવેલી છે. દરેક યાર્ડમાં બેંકની શાખા મોટાભાગે હોય છે. રૂ.૨૫૦૦૦ સુધીનો ચેક વટાવી શકાય પરંતુ આ નવી પ્રથાથી બેંકોની કામગીરીમાં વધારો થશે તેવું લાગી રહ્યું છે. ખેડુતોને નાણા ટેકસથી મળે એટલે તેને રોકડમાં ફેરવવા માટે લાંબી પ્રક્રિયા થાય તેને લઈને ખેડુતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ટીડીએસ મામલે સરકારે કોઈ જ પ્રતિક્રિયા ન દેતા સૌરાષ્ટ્રનાં તમામ યાર્ડો બે દિવસ બંધ રહ્ય હતા. હજુ સુધી સરકાર દ્વારા આ બાબતે એક પણ પ્રકારનો નિર્ણય કરવામાં આવ્યો નથી જોકે આજથી સૌરાષ્ટ્રનાં તમામ યાર્ડો ફરી ધમધમ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.