Abtak Media Google News

શિક્ષણ જગતમાં અમૂલ્ય યોગદાન પ્રદાન કરનાર ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ

ખરેખર ચાણકયએ સત્ય જ કહ્યું છે ‘શિક્ષક કભી સાધારણ નહીં હોતા પ્રલય ઓર નિર્માણ ઉનકી ગોદ મેં પલતે હૈ’ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસને ભારતમાં શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે. સને ૧૯૬૨ પછી ભારતમાં પાંચ સપ્ટેમ્બરને શિક્ષક દિન તરીકે મનાવવામાં આવે છે. વિશ્ર્વમાં દરેશ દેશ જુદી જુદી તારીખે શિક્ષક દિનની ઉજવણી કરે છે. ચીનમાં ૧૦ સપ્ટેમ્બર, તુર્કીમાં ર૪ નવેમ્બરના રોજ તેમજ આર્જેન્ટિના ૧૧ સપ્ટેમ્બરે ટીચર્સ ડે મનાવાય છે. જયારે પાંચ ઓકટોમ્બરને વિશ્ર્વશિક્ષણ દિન તરીકે મનાવવામાં આવે છે.માત્ર ભારતમાં જ નહીં પરંતુ આખા વિશ્ર્વમાં આજે કોઇપણ વ્યકિત જો સફળતાના શિખરે પહોંચતી હોય છે ત્યારે કયાંક ને કયાંક એમના વિઘાર્થીકાળ દરમીયાન શિક્ષક તરફથી મળેલું જ્ઞાન શ્રેષ્ઠ સાબિત થતું હોય છે. શિક્ષક દિવસને મનાવવો પુરા સમાજ માટે ખુબ જ જરુરી છે. શિક્ષક વગર કોઇ પણ વ્યકિત ડોકરટ, વકીલ, એન્જીનીયર કે પાયલોટ બની નથી શકતા શિક્ષક દિવસની ઉજવણી એવી રીતે કરવી જોઇએ કે જેથી કરીને વિઘાર્થીઓ અને એમના માતા-પિતા સમાજમાં શિક્ષકનાં સ્થાનને સમજી શકે શિક્ષણનું સાચુ જ્ઞાન અને શિક્ષક જ આપી શકે છે. તો આવો જાણીએ શા માટે પાંચમી સપ્ટેમ્બરને ભારતમાં શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે.મહાન શિક્ષણવિદ્ અને ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધા કૃષ્ણનના જન્મદિન નીમીતે પ સપ્ટેમ્બરના દિવસને શિક્ષક દિવસ તરીકે મનાવવામાં આવે છે. ડો. સર્વપલ્લીએ ભારતીય શિક્ષણ જગતમાં ખુબ જ મોટું યોગદાન આપ્યું છે. ડો. રાધાકૃષ્ણન એક મહાન શિક્ષક અને રાષ્ટ્રપતિ હતા. એક વખત તેમના વિઘાર્થીઓએ તેમને જન્મદિવસ મનાવવા કહ્યું હતું પરંતુ એ સમયે ડો. સર્વપલ્લીએ પોતાના વિઘાર્થીઓને કહ્યું કે મારો જન્મદિવસ મનાવવાને બદલે પ સપ્ટેમ્બરને શિક્ષક દિવસ તરીકે મનાવશો તો મને ગર્વ થશે. બસ ત્યારથી જ રાધાકૃષ્ણનના જન્મ દિવસને શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે. રાધાકૃષ્ણન શિક્ષકની સાથો સાથ દર્શનશાસ્ત્ર પ્રોફેસર પણ હતા. ભારતના ઉપરાષ્ટ્રપતિ પદનું કાર્યભાળ સંભાળતા સંભાળતા તેઓ એક ઉત્તમ શિક્ષક પણ હતા. આધુનિક ભારતના મહાન શિક્ષક અને દર્શનિક ડો. સર્વપલ્લી રાધા કૃષ્ણનનો જન્મ બ્રાહ્મણ પરિવારમાં પ સપ્ટેમ્બર ૧૮૮૮ ના રોજ થયો હતો. તેઓ બચપણથી જ ખુબ મહેનતું હતા. વિઘાર્થીકાળમાં તેમણે ઘણી બધી શિષ્યવૃતિઓ મેળવી હતી. ડો. રાધાકૃષ્ણ મદ્રાસ પ્રેસીડેન્સી કોલેજમાં દર્શનશાસ્ત્રના અઘ્યાપક હતા. ડો. સર્વપલ્લી જયારે કલકતામાં પ્રોફેસર તરીકે અભ્યાસ કરાવવા જઇરહ્યા હતા. ત્યારે એમના શિષ્યો ફૂલો લઇને મૈસુર યુનિવસીટીથી લઇ રેલવે સ્ટેશન સુધી એમને મૂકવા ગયા હતા. વિઘાર્થીઓ તેમનું ખુબ જ સન્માન કરતા હતા. દેશસેવાની સાથે ભારતના શિક્ષણ ક્ષેત્રેનો કઇ રીતે વિકાસ કરવો એ વિષય ઉપર એમણે ઘણા કાર્યો કર્યા છે. શિક્ષણ ક્ષેત્રના એમના અમૂલ્યવાન ફાળાને લીધે જ આજે એમના જન્મદિવસને શિક્ષકદિન તરીકે મનાવવામાં આવે છે. ડો. સર્વપલ્લીનું માનવું હતું કે એક શિક્ષકનું મગજ દેશના અન્ય માનવીઓ કરતા સર્વોપરી હોવું જોઇએ.શિક્ષક દિનને શાળા-કોલેજોમાં ખૂબ જ ઉત્સાહ અને ધામધૂમ પૂર્વક મનાવવામાં આવે છે. શિક્ષક દિવસની ઉજવણીમાં વિઘાર્થીઓ પોતાના પ્રિય ટીચરને કાર્ડસ, ફૂલ સહીતની અલગ અલગ ગીફટ આપેછે. આજે શિક્ષક દિવસને રાષ્ટ્રીયસ્તર ઉપર મનાવવામાં આવે છે એક શિક્ષક જ બાળકને વિઘાર્થીમાં પરિવર્તીત કરી શકે છે. એ જ ઉત્તમ વિઘાર્થી સમય જતા દેશનું ભવિષ્ય બને  છે. ડો. રાધાકૃષ્ણને સમાજમાં શિક્ષા અને શિક્ષણ બન્નેનું મહત્વ સમજવા હતા આથી જ અમેના જન્મદિવસને ભારતમાં ૧૯૬૨ પછી શિક્ષક દિવસ તરીકે મનાવવામાં આવે છે.સર્વોચ્ચ શિખર સુધી પહોચાડનાર ક્ષમાની ભાવના રાખનાર, નિર્બળતા ને દુર કરનાર એજ શિક્ષકનો સાચો અર્થ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.