Abtak Media Google News

સમાજ સુરક્ષા વિભાગની ટીમની જહેમત અંતે સફળ નિવડી: ઉત્તરપ્રદેશના ઈટાવામાં રહેતા વાલી પોતાના સંતાનને તેડવા રાજકોટ દોડી આવ્યા, ભાવુક દ્રશ્યો સર્જાયા

વિશાલ પોતાના મામા સાથે કાનપુર રહેતો હતો ત્યાથી વિશાલને તેના પિતા ૨૦૦૮માં પોતાની સાથે  ઈટાવા (યુ.પી.) પોતાના ઘેર લઈ આવેલ. ઘેર પિતાજી દ્વારા ઠપકો અપાતા બીજા જ દિવસે વિશાલ ઘરેથી નીકળી ગયેલ. ૧૦ વર્ષ બાદ બાળક “દિકરો મળી આવતા વિશાલના પપ્પા અને ભાઈ વિશાલને પોતાના ઘેર લઈ જવા માટે એક ક્ષણનો પણ વિલંબ કર્યા વિના રાજકોટ આવવા રવાના થયા હતા.

વિશાલે જણાવ્યું હતું કે તે આજી ૧૦ વર્ષ પહેલા પોતાના પિતાનો ઠપકો સહન ન તાં ઘર છોડી ચાલી ગયેલ. ત્યાંથી  રાજસન જયપુર એક મહિનો રોકાયા બાદ ટ્રેન મારફતે ગુજરાતના ઓખા ગામે આવેલ ઓખાના રેલવે સ્ટેશન પરી રેલવે પોલીસ દ્વારા તેનો કબજો લઈ ચિલ્ડ્રન હોમ ખાતે સોંપાયેલ થોડા સમયબાદ ત્યાંથી  રાજકોટ ખાતે વિશાલના ભણતર માટે તેની બદલી કરાયેલ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.