સુરેન્દ્રનગરમાં ૧૦ વર્ષ બાદ પૂ. ધીરગૂરૂદેવનું પદાર્પણ: રવિવારે અતિથિગૃહનું ઉદઘાટન

67

ગોંડલ સંપ્રદાયના શય્યાદાન-મહાદાનના પ્રણેતા પૂ. ધીરગૂરૂદેવ આજે રોનકજિનમા પધારતા જશુભાઈ દોશી (ખારવાવાળા) પરિવારે સ્વાગત કરેલ કાઠીયાવાડ જૈન સમાજ અમદાવાદના ટ્રસ્ટી મંડળે ધર્મલાભ આપવા વિનંતી કરેલ.

પૂ. ગૂરૂદેવ લગભગ ૧૦ વર્ષબાદ પધારતા હોઈ ધર્મોત્સાહ છવાયો છે. કાલે સવારે ૮ કલાકે કેરી બજાર જૈન ઉપાશ્રયે પધારશે. જયાં ગોપાલ સંપ્રદાયના પૂ. રામ ઉત્તમ કુમારમુની આદિ સંતસતીજીઓનું મિલન અને ૯ કલાકે ભકતામર બાદ ૯.૩૦કલાકે એકશન ટુ રીએકશન વિષય પર પ્રવચન આપશે.

જયારે તા.૧૬ને સવારે ૭ કલાકે સકલ સંઘ સહિત પૂ. ગૂરૂદેવ તથા મહાસતીજીવૃંદ સરદાર જૈનસંઘમાં પધરામણી કર્યા બાદ પ્રવચન અને નવકારશી યોજાશે. તા.૧૭ને રવિવારે સવારે ૮.૪૫ થી ૯.૧૫ સમૂહ ૯૯૯ ભકતામર સંકલ્પ જાપ અને પ્રવચન તેમજ માતુશ્રી મૂકતાબેન જયંતિલાલ મહેતા અતિથિ ભવન સંકુલનું ઉદઘાટન નગરપતિ બિપિનભાઈ ટોલીયાની અધ્યક્ષતામાં યોજાશે. તેમજ સમારોહ બાદ સરદાર સંઘના સભ્યો અને આમંત્રીતોનું સંઘ જમણ યોજાશે. પૂ. ધીરગૂરૂદેવ અત્રેથી બોટાદ પૂ. અમીગૂરૂના સાંનિધ્યે પધારશે.

Loading...