અફઘાનિસ્તાન ખાંડાની ધાર ઉપર ચાલ્યું

શાંતિ પ્રસ્તાવ અંતર્ગત ૪૦૦ ખૂંખાર તાલિબાની કેદીઓને છોડી મૂકશે અફઘાન સરકાર

અફઘાનિસ્તાનની મહાવિધાનસભા પરિષદ લોયાજિંગાએ રવિવારે ૪૦૦ જેટલા ખૂંખાર તાલીબાની કેદીઓને ૧૯ વર્ષથી ચાલતા સંઘર્ષનાં અંત માટે સમાધાન કરી વાતાવરણ અને મંત્રણાનો માહોલના હેતુથી કેદીઓને છોડી મૂકવાના પ્રસ્તાવને મંજૂરીની મહોર લગાવી હતી.

એક પ્રસ્તાવમાં વિધાનસભામાં જણાવાયું હતુ કે શાંતિ મંત્રણાની પ્રક્રિયાના આરંભ અને લોહીયાળ પરિસ્થિતિના અંગ માટે ૪૦૦ તાલીબાન કેદીઓને મુકત કરવાના પ્રસ્તાવને બહાલી આપી છે.

અફઘાન રાષ્ટ્રપતિ, અશરફધાનીએ કાબુલમાં વિધાનસભાને સંબોધી હતી જેમાં ૩૨૦૦ જેટલા સામાજીક આગેવાનો અને રાજદ્વારી નેતા કડક સુરક્ષા બંદોબસ્ત અને કોવિડ ૧૯ મહામારીની વ્યવસ્થા અને માહોલમાં સરકારને કેદીઓની મૂકિત માટે જણાવવામાં આવ્યું હતુ તાલીબાની સુલેહશાંતિની જાળવણી અને સરકાર સાથે સમાધાનની વાતચીત સાથે છોડવામાં આવ્યા હતા. આ તાલીબાનોની મૂકિત અફઘાન સરકારની ૫૦૦૦ તાલીબાની કેદીઓની મૂકિતના વાયદા અંતર્ગત છોડવામાં આવ્યા છે.

પશ્ર્ચિમી રાજદ્વારી જણાવ્યું હતુ કે રાજકીય પક્ષોનાં પ્રતિનિધિઓ સાથે આ અઠવાડિયે દોહામાં બેઠકો શરૂ થશે.

તાલીબાની કેદીઓને મૂકત કરવાની આ પ્રક્રિયા અંતર્ગત અફઘાનીસ્તાનમાં લોહીયાળ હુમલા અને નિદોર્ષ નાગરીકોને ભોગ બનાવવાના આરોપીઓને શાંતિ પ્રક્રિયાનાં નામે છોડવામાં આવી રહ્યા છે. ચૂંટણીઓમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અફઘાનિસ્તાનમાં અમેરિકાની લાંબી લડતના અંતનો નિર્દેશ આપ્યો હતો. અને આ પ્રક્રિયાનો પ્રારંભ અમેરિકાના સૈનિકોને પરત કરવામાં અને નવે. મહિના સુધીમાં ૫૦૦૦ સૈનિકોને પરત કરવાનું સ્વરક્ષણ સચિવ માર્ક એસ્પરે શનિવારે જારી કરાયેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતુ ફેબ્રુઆરી મહિનામાં અમેરિકાનાં સૈનિકોને પાછા બોલલાવવાનું નકકી થયું હતુ અને તાલીબાનો સાથે કાબુમાં મંત્રણાની શરતે તાલીબાની કેદીઓને મૂકત કરવાનું નકકી થયું હતુ.

Loading...