Abtak Media Google News

આપ આગેવાનોની મુખ્યમંત્રીને રજૂઆત: આવેદન આપ્યું

કચ્છ જિલ્લાના વડા મથક ભુજ માટેની કોવિડ-૧૯ ના દર્દીઓને પડતી મુશ્કેલીઓ દૂર કરવા દિલ્હી મુજબનું મોડેલ આપનાવવામાં આવે તેવી આમ આદમી પાર્ટીએ રજુઆત કરી છે.

આમ આદમી પાર્ટીના કચ્છ પ્રભારી યોગેશ પોકાર, પ્રમુખ દત્તેશભાઇ ભાવસાર, ઉપપ્રમુખ ડો. નેહલભાઇ વૈદ્ય કલેકટર મારફત મુખ્યમંત્રીને આવેદન પાઠવી જણાવ્યું છે.ગુજરાત તેમજ કચ્છની શાંતિ પ્રિય જનતા છેલ્લા પાંચ મહિનાથી કોરોના મહામારીને લીધે હેરાન પરેશાન છે માટે આમ આદમી પાર્ટી પશ્ર્ચિમ  કચ્છ દ્વારા માંગ કરવામાં આવી છે. કચ્છ તેમજ ગુજરાતમાં કોરોના મહામારીમાં પડતી મુશ્કેલીઓ ખાસ તો ભુજ ખાતે આવેલી જી.કે. જનરલ હોસ્પિટલમાં પડતી કોવિડ-૧૯ના દર્દીઓના પ્રશ્ર્નો ઉભુ થયા છે. તેના માટે અરવિંદ, કેજરીવાલની દિલ્હી સરકાર દિલ્હી મોડેલ માઁ કચ્છ તેમજ પુરા ગુજરાતમાં પગલા લેવા માંગ છે.

ગુજરાતના દરેક જિલ્લા મથક સરકારી તેમજ પ્રાઇવેટ લેબોરેટરીને રેપિડ એન્ટીજન ટેસ્ટ કરવા માટે સક્ષમ બનાવવામાં આવે  આ ટેસ્ટના પરિણામ પણ જાહેર કરવામાં આવે આવું કરવાથી પ્રજામાં જાગૃતિ આવશે અને યોગ્ય સમયે દર્દીઓનું આઇસોલેશન થઇ શકશે.

ગુજરાતનો આમ આદમી ડોકટરની સલાહ હોવા છતાં પણ કોરોના વાયરસનું ટેસ્ટીગ કરાવતા ડરે છે કેમ કે સરકારની પોલીસી મુજબ

જો તે પોઝિટીવ આવશે તો તેને સરકારી દવાખાનામાં ફરીજીયાત બંધ કરી દેવામાં આવશે., આ ભય દૂર થાય તે માટે પગલા લેવા જરુરી છે., પોઝિટીવ દર્દીને જરુર હોય તો જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે, જો તેને સામાન્ય લક્ષણો  હોય તો તેને ઘેર જ આઇસોલેશનમાં મુકવામાં આવે તેવી વ્યવસ્થા કરવી, તેના માટે પલ્ટી ઓકસીઝનની વ્યવસ્થા કરવામાં આવે, દરરોજ ઓછામાં ઓછું બે વખત તેને ડોકટરનો ફોન જવો જોઇએ, જો તેના ઓકસીજનનું પ્રમાણ ઓછું થાય તો ૩૦ મિનિટની અંદર તેને આઇસીયુમાં શિફટ કરવાની વ્યવસ્થા ઉભી થાય., આ માટે સરકારી ઉપરાંત પ્રાઇવેટ વાહનોને પણ એમ્બ્યુલન્સ તરીકે તૈયાર રાખવામાં આવે, દર્દી કોરોના હોસ્૫િટલમાં પહોંચે એટલે સૌથી પહેલા તેનો ઓકિસજન ચાલુ થવો જોઇએ. ઓકિસજન ચાલુ થયા બાદ જ કાગળિયા કરવામાં આવે તે જરુરી છે.તબીબી સારવારમાં હોસ્૫િટલો પારદર્શિતા રાખે દર્દી તેના સગા સાથે સંપર્કમાં રહી શકે તે માટે દરેક કોરોના હોસ્૫િટલના વોર્ડમાં વિડીયો કોલની સુવિધા આપવામાં આવે.

દરેક જીલ્લામાં કોરોના માટેના કેટલા બેડ ખાલી અને કેટલા ભરેલા છે તેની વિગતો દરરોજ છાપામાં આપવામાં આવે, ઓકિસજન વાળા બેડની વધુમાં વધુ વ્યવસ્થાક કરવામાં આવે તેવી માંગ કરાઇ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.