Abtak Media Google News

વહીવટી તંત્ર દ્વારા ચૂંટણીઓની તૈયારીઓ શરૂ

કુલ ૨૪ નાયબ મામલતદારને નવી ફરજ સોંપવાના હુકમ કરતા ઈન્ચાર્જ કલેકટર અનિલ રાણાવસીયા: ૧૨ નાયબ મામલતદારોને પણ અન્ય કામગીરી સોંપવાના ઓર્ડર

રાજકોટ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા જિલ્લા તેમજ તાલુકા પચાયતોની સામાન્ય ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.જેના માટે હંગામી મહેકમ મુજબ ૧૨ નાયબ મામલતદારોને ચૂંટણી વધારાની ફરજ સોંપતા હુકમ ઈન્ચાર્જ કલેકટર અનીલ રાણાવસીયા દ્વારા કરવામાં આવ્યા છે.

આ સાથે અન્ય ૧૨ નાયબ મામલતદારોને અન્ય કામગીરી સોંપવાના ઓર્ડર પણ કરવામાં આવ્યા છે.

જિલ્લા પંચાયતના મતદર યાદી વિભાગનાં એચ.એન. કોટડીયા રાજકોટ તાલુકા મામલતદાર કચેરીનાં વી.વી.વસાણી, કોટડા સાંગાણી મામલતદાર કચેરીના સી.જી. પારખીયા, લોધીકા મામલતદાર કચેરીના આર.એસ. લાવડીયા પડધરીના ડી.વી. મોરડીયા, ગોંડલ ગ્રામ્યના એસ.આર. મણવર, જેતપૂર ગ્રામ્યનાં કે.એમ. ખાનપરા, ધોરાજીનાં જી.ડી. નંદાણીયા, ઉપલેટાના બી.પી. બોરખતરીયા, જામકંડોરણાના આર.જી.લુણાગરીયા, જસદણના એલ.વી. ઝાલા અને વીછીંયાનાં પી.એમ. ભેસાણીયાને નવી ઉપસ્થિત થયેલ સામાન્ય ચૂંટણીની જગ્યા ઉપર મૂકવામાં આવ્યા છે.

આ સાથે રાજકોટ તાલુકાના એસ.ડી. મેણાંત, કોટડાસાંગાણીના ડો.તેજ બાણુગરીયા, લોધીકાના વી.બી. ગઢવી, ગોંડલ ગ્રામ્યના ધર્મેશ વઘાસીયા, જેતપૂર ગ્રામ્યના દિવ્યેશ ઠુંમર, ધોરાજીનાં યોગીરાજસિહ ગોહિલ, ઉપલેટાના હરેશ ગોહેલ, જામકંડોરણાના અંકિત શેખડા વીંછીયાના પીયુષ ચુડાસમા, રઘુવીર પઢીયારને ઈમરજન્સી ઓપરેશન સેન્ટરમાં તેમજ રાજકોટ તાલુકાના સેજલ ગઢવીને મતદાર યાદીમાં તથા પડધરીનાં પાયલ સોરીયાને ઈધરામાં મૂકવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.