એકટ્રેસ દિવ્યાએ મોત પહેલા ‘મોત’ને સ્વીકાર્યુ

મોત પહેલા ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી મોત વિશે જણાવ્યું

૨૦૨૦નું વર્ષ બોલીવુડ માટે કાળનું વર્ષ રહ્યું છે. બોલીવુડના નામાંકીત એકટર એકટ્રેસીના મૃત્યુ ૨૦૨૦માં થયા છે. તેમાં પણ સુશાંતસિંહની આત્મહત્યાએ બોલીવુડને હચ મચાવી દીધું છે. ત્યારે બોલીવુડની વધુ એક એકટ્રેસ દિવ્યા ચોકસીનું મૃત્યુ કેન્સરની બિમારીથી થયું છે.

બોલીવુડ એકટ્રેસ દિવ્યા ચોકસીનું મૃત્યુ કેન્સરની બીમારીને કારણે થયું છે. મૃત્યુના કલાકો પહેલા દિવ્યાએ તેમના મોત વિશે ઇન્સટાગ્રામ પર પોસ્ટ કરીને જણાવ્યું હતું ૨૦૧૬માં ’હે અપના દિલ તો આવારા’ ફીલ્મથી બોલીવુડમાં એન્ટ્રી કરી હતી દીવ્યાએ લંડનથી એકટીંગનો કોર્ષ કર્યો હતો. જેમણે એકટીંગની સાથે સાથે મોડેલીંગને પણ પોતાનું કેરીયર તરીકે પસંદ કર્યુ  દિવ્યાએ પોતાના મોત પહેલા પોતાની તબીયત નાજુક હોવાનું અને મોતથી નજીક હોવાનું ઇન્સટાગ્રામ સ્ટોરીમાં જણાવ્યું હતું.

દીવ્યાએ પોતાની ઇન્સટાગ્રામ સ્ટોરીમાં લખ્યું હતું કે, ‘શબ્દ પુરતા નથી જે હું કહેવા માંગું છું, ઘણુ અને થોડુ મહિનાઓથી બીમાર છું.

મેસેજના ઢગલા થયા છે. આ સમય છે તેમને જણાવવાનો હું મારા મૃત્યુ પસંદ પર છું હું મજબુર છું બીજી દુ:ખ વગરનું જીવનમાં જીવ  છે. પ્રશ્ર્નો નહી ભગવાન ભગવાન જાણે શું કરવા માંગે છે.’

ફિલ્મ જગતમાં ડીસી તરીકે જાણીતી દીવ્યાના મૃત્યુથી ફિલ્મ જગતમાં શોક જોવા મળી છે. સાહિત આનંદ દ્વારા સોશ્યલ મીડીયામાં શ્રઘ્ધાંજલી આપતા કહ્યું હતું કે તેણે તેના કેરીયરમાં ખુબ સારૂ કામ કર્યુ છે. તે હંમેશા ઇન્ડસ્ટ્રી પ્રત્યે હકારાત્મક રહીછે. ભગવાને તેમના માટે કોઇ અન્ય યોજના કરી હશે મને ખાતરી છે કે તમે એક સારી જગ્યાએ હશે.

દિવ્યાના મુત્યુથી હાલ બોલીવુડના ઘણા એકસ્ટ્રોએ શોક વ્યકત કર્યો હતો. દિવ્યાએ પોતાના મોત પહેલા જ મોતને સ્વીકારી લઇ ઇન્સ્ટ્રાગ્રામ પર પોસ્ટ પણ મુકી હતી.

Loading...