Abtak Media Google News

ધ્રાંગધ્રાના કેટલાક પ્રાણપ્રશ્ને સામાજીક કાર્યકર ચંદ્રેશભાઇ વાણીયા ૭ જુની નગરપાલિકા વિરુધ્ધ ઉપવાસ આંદોલન પર બેઠા છે. ધ્રાગધ્રા શહેરના પ્રશ્નો જેવા કે કાયમી ચીફ ઓફીસર નિમવા, બસસ્ટેન્ડ સર્કલને “સત્યમેવ જયતે નામકરણ કરવુ, તથા ધ્રાગધ્રા આવાસ યોજનાના મકાનો છેલ્લા એક દશકાી બિસ્માર હાલતમા પડ્યા છે તે મકાન લોકોને ફાળવવા સહિતના કેટલાક મુદ્દે આંદોલન શરુ કરાયુ છે. જ્યારે લોકોના અનેક પ્રશ્નોને લઇને શરુ કરાયેલ આ ભુખ હડતાલને દશ દિવસ કરતા પણ વધુ સમય થયો છતા પણ હજુ સુધી કોઇપણ અધિકારી તેમજ સરકાર દ્વારા આ બાબતની નોંધ નથી લેવાઇ એટલુ જ નહિ પરંતુ છેલ્લા દશ દિવસથી નિ:સ્વાર્થ ભાવે લોકોના પ્રશ્નો માટે કાળજાર ગરમીમા ભુખહડતાલ પર બેઠેલા સામાજીક કાર્યકર ચંદ્રેશભાઇ વાણીયા દ્વારા અગામી ૨૦જુનના રોજી પાણીનો પણ ત્યાગ કરશે તેવી ચીમકી ઉચ્ચારાઇ હતી

જ્યારે વધુમા આંદોલનકારી ચંદ્રેશભાઇ વાણીયા દ્વારા જણાવાયુ હતુ કે અમો ધ્રાગધ્રાના રહિશોના પ્રાણ પ્રશ્નોને લઇને આંદોલન શરુ કર્યું છે જેથી જ્યા સુધી લોકોના પ્રશ્નોનુ નિરાકરણ નહિ આવે ત્યાસુધી આંદોલન ચાલુ રાખીશુ સાથો સાથ સામાજીક કાર્યકર દ્વારા ધ્રાગધ્રા-હળવદ વિધાનસભાના ધારાસભ્ય પર કટાક્ષ કરતા જણાવ્યુ હતુ કે લોકોના પ્રશ્નોને લઇને ભુખહડતાલને આજે દશ દિવસ જેટલો સમય યો અને આ બાબતની જાણ ધારાસભ્યને કરી હોવા છતા હજુસુધી ધારાસભ્ય ભુખહડતાલની છાવણી પર ડોકાયા પણ નથી

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.