Abtak Media Google News

ગઇકાલે સવારના સાતથી રાત્રીના ૯ વાગ્યા સુધી જનતા કરફર્યુ હોવાથી સવારથી કોઇએ ઘરની બહાર નહિ નીકળતા અને ચારથી વધુ લોકોએ એકઠા થવા પર પ્રતિબંધ હોવાનું જાહેર નામું બહાર પડાયું હોવા છતાં રાજકોટ અને જામનગરમાં કેટલાક વેપારીઓએ વેચાર ધંધા ચાલુ રાખી અને ચારથી વધુ લોકો ભેગા થતાં તેઓ સામે પોલીસે જાહેરનામા ભંગ બદલ અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી છે.

રાજકોટમાં વેપારી અને ટોળા ભેગા થતાં જાહેરનામા ભંગ બદલ અટકાયત

રાજકોટમા ગઇકાલે જનતા કફર્યુ ના પગલે સમગ્ર શહેરમાં લોકો દ્વારા બંધ પાળી સરકારના આદેશ પાલન કર્યુ હતું ત્યારે એસ્ટ્રોન ચોક, સરદારનગર મેઇન રોડના પાન બીડીની અને સીગારેટની દુકાનો ચાલુ રાખતા સીંધી વેપારી પ્રેમ કીરીટ કેશરીયા, અશોક ચંદુલાલ કીપલાણી નામના બે વેપારીની જાહેરનામા ભંગ બદલ અટકાયત કરવામાં આવી છે. જયારે પસારણાનગરમાં પાનની દુકાન ખુલ્લી રાખનાર મનોજ ગાગનદાસ બીજવાણીની પ્ર.નગર પોલીસ અટકાયત કરી છે.

જયારે વિમલનગરમાં રાધેશ્યામ ડેરી ખુલી રાખતા વિમલ ચંદુ પટેલ નામના શખ્સની યુનિવર્સિટી પોલીસે અટકાયત કરી છે જયારે યુનિવર્સિટી રોડ પર આવેલા એફ.એસ.એલ. કચેરી પાસે મહાદેવ હોટલ નામે પોતાની હોટલ ખુલ્લી રાખી મુકુદ નટવરલાલ મકવાણાએ જાહેરનામાનો ભંગ કરતા યુનિવર્સિટી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

જયારે સ્વાતી પાર્ક મેઇન રોડ પર ચારથી વધુ માણસોને અનાધિકૃત રીતે એકઠા થતાચ હકા ઇન્દુ રાઠોડ, જયદિપ ભગવાન બગથરીયા રાહુલ અરવિંદ પીઠવા, વિશાલ જેન્તી પીઠવા, અને ગણેશ પોપટ પાટીલ નામના પાંચ શખ્સોની અટકાયત કરી છે. જયારે આજી ડેમ પોલીસે  આજી ડેમ ચોકડી પાસે દિલાવર યુસુફ પીપરવાડીયા પવન વેરશી સારલા, સિઘ્ધાર્થ વસંત ચૌહાણ, અફજલ સાજીદ નાગાણી, અશરફ હબીબ કાલવાદાર સહીતના પાંચ શખ્સોને જાહેરનામા ભંગ બદલ અટકાયત કરવામાં આવી છે.

સોશિયલ મીડિયામાં ખોટા મેસેજ વાયરલ કરનાર બે સામે કાર્યવાહી

વિશ્વમાં ફેલાયેલા કોરોના વાઇરસ અંગે ફેસબુક ,ટ્વીટર, વોટસપ ,ઇન્સ્ટાગ્રામ  સહિતના સોશિયલ મીડિયાના માધ્યમમાં પાયાવિહોણા અને ખોટા મેસેજ વાઇરલ કરી પ્રજાને ગેરમાર્ગે દોરનાર લોકો  વિરુદ્ધ જાહેરનામુ  બહાર પાડી ધોરણસરની કાર્યવાહી કરવા રાજકોટ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે સાયબર ક્રાઇમ પોલીસ તથા તમામ પોલીસ મંથકોને સૂચના આપી હતી. જે અંતર્ગત વોટ્સપ ગ્રુપમાં ” મ્યુનિસિપલ કમિશ્નરનો સંદેશ  નમસ્તે હું તમને વિનંતી કરુ છુ કે તમે આજે રાત્રે ૧૦ વાગ્યા પછી કાલે સવારે  ૫  વાગ્યા સુધી તમારા ઘરની બહાર ના આવો ….. કેમકે તેઓ કોવીડ-૧૯ ને મારવા માટે હવામા દવા છાંટશે..!!

1.Monday 2 1

આ માહીતી તમારા બધા મિત્રો,સંબંધીઓ અને તમારા પરિવારોને શેર કરો… આભાર! જે મેસેજ બાબતે ખરાઇ કરતા તેવી કોઇ સુચના મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા આપવામાં આવી ન હોય તેમ છતા ખોટા મેસેજ વાયરલ  શખ્સો પર સાયબર પો.સ્ટે સ્ટાફ ના માણસો સોશીયલ મીડીયા મા વોચ પર રહી બે વોટ્સપ ગ્રુપમાં મેસેજ મુકનાર  પરેશભાઇ રસીકભાઇ રૂપારેલીયા (ઉવ ૫૫ જાતે લોહાણા રહે માધાપર ચોકડી ડ્રીમ વિલા એપા. એચ -૨૦૨ મોરબી રોડ), તેજસભાઇ જોશી વિરુધ્ધ સાયબર ક્રાઇમ પોલીસમાં પી.આઈ બી.એમ.કાતરિયાની ટીમે પોલીસ કમિશ્નરના જાહેરનામના ભંગ બદલ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

રાજકોટમાં યુવાન સામે એપેડેમીક ડીસીઝ એકટ હેઠળ કાર્યવાહી

રાજકોટના વિનાયક શેરી નં.૧૦માં રહેતા અને હાલમાં જ બેંગકોકથી આવેલા યુવાનમાં શંકાસ્પદ લક્ષણો જણાતા તેની તબીબી તપાસ કરીને તેને ૧૪ દિવસ માટે હોમ કોરેન્ટાઇન કરવામાં આવ્યા હતા. તેમજ બહાર નહીં જવા માટે પણ સૂચના અપાઇ હતી.

આ યુવાનને તપાસવા માટે મવડી આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફીસર ડો. સમર્થ દિલીપભાઇ સવસાણી ગયા હતા. ત્યારે તે ઘરે હાજર ન હોય આ અંગે પોલીસને જાણ કરી હતી અને તેની સામે એપેડેમીક ડીસીઝ ૧૮૯૭ હેઠળ ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે. તેમજ યુવાનને  જામનગર રોડ પર આવેલા પથીકાશ્રમમાં મોકલી આપવામાં આવ્યાં છે.

જામનગર: હોમ કવોરન્ટાઇનમાંથી નાસી જતા યુવાન સામે ગુનો નોંધાયો

દુબઈથી પરત ફરેલા જામનગરના રહેવાસી ૩૪ વર્ષીય મુસ્તુફા મહમદભાઈ હાલાને જામનગરની સિવિલ હોસ્પિટલમાં હોમ ક્વોરોન્ટાઇનમાં રાખવામાં આવ્યો હતો. જ્યાંથી તે નાસી જતા તંત્રમાં દોડધામ મચી ગઇ હતી. મોરબી જિલ્લા પોલીસ વડા ડો. કરનરાજ વાઘેલાને માહિતી મળી હતી કે આ શખ્સ માળીયા. મી. ખાતે આવેલ છે. આથી માળીયા.મી.ની આરોગ્ય ટીમ સાથે સંકલન કરી માળીયા. મી.પોલીસે ઉક્ત શખ્સને શોધી કાઢ્યો હતો. ત્યાર બાદ મુસ્તુફા નામના આ શખ્સને મોરબી સ્થિત ક્વોરોન્ટાઇન સેન્ટર ખાતે ખસેડાયો છે. ગત તારીખ ૧૩ના રોજ ગુજરાત સરકાર હેલ્થ એન્ડ ફેમિલી વેલ્ફેર વિભાગ દ્વારા ધી એપેડેમીક ડીસીઝ ૧૮૯૭ ની જોગવાઈ હેઠળ જે નિયમોનું પાલન કરવાનું છે તેનો આ શખ્સએ ભંગ કર્યો હોય તેની સામે માળીયા મી. પોલીસ સ્ટે.માં ઇન્ડિયન પીનલ કોડની કલમ ૨૬૯, ૨૭૦, ૧૮૮ તથા ધી-એપેડેમીક ડીસીઝ એક્ટ ૧૮૯૭ની કલમ ૩ મુજબ ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે તેવું માળીયા મી.ના પો.સબ.ઇન્સ. જી.વી.વાણીયાએ જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.