Abtak Media Google News

શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો હજારો વૈષ્ણવોએ લ્હાવો લીધો

શહેરનાં આંગણે વૈષ્ણવચાર્ય પૂ. પા.ગો. ૧૦૮ વ્રજરાજકુમારજી મહોદયની પ્રેરણા તેમજ અધ્યક્ષતામાં શ્રી કૃષ્ણ સંસ્કાર વર્લ્ડના મુખ્ય કાર્યાલય શ્રીનાથધામ હવેલીના ઉદઘાટન મહોત્સવનું અદભૂત આયોજન કરવામાં આવ્યું છે. શ્રીનાથધામ હવેલીના ઉદઘાટન મહોત્સવ અંતર્ગત શ્રીમદ ભાગવત સપ્તાહનો લ્હાવો ધર્મપ્રેમી જનતાએ માણી હતી.Vlcsnap 2019 03 29 13H14M48S456

જેમાં વૈષ્ણવાચાર્ય પૂ.પા.ગો. ૧૦૮ વ્રજરાજકુમારજી મહોદયના વચનામૃત તથા પૂ. કિશોરચંદ્ર શાસ્ત્રીજી દ્વારા સુંદર શૈલીમાં કથાનું રસપાન કરાવવામાં આવી રહ્યું છે.Vlcsnap 2019 03 29 13H16M45S203ત્યારે ગઈકાલના રોજ રૂક્ષ્મણી વિવાહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતુ. શ્રીમદ ભાગવત સપ્તાહમાં બાન લેબના મૌલેશભાઈ ઉકાણી, જગદીશભાઈ કોટડીયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. તો બહોળી સંખ્યામાં ધર્મપ્રેમી જનતા ઉપસ્થિત રહી હતી અને રૂક્ષ્મણી વિવાહનો લ્હાવો લીધો હતો.

હવેલીના મનોરથના તમામ સેવાર્થીઓનો આભાર માનું છું: જગદીશભાઈ કોટડીયાVlcsnap 2019 03 29 13H13M51S052

અબતક સાથેની વાતચીત દરમિયાન જગદીશભાઈ કોટડીયા એ જણાવ્યું હતુ કે શ્રીનાથધામ હવેલીના પાટોત્સવ અંતર્ગત શ્રીમદ ભાગવત સપ્તાહના સાતમાં દિવસે રૂક્ષ્મણી વિવાહનું ખૂબજ સુંદર આયોજન કરવામાં આવ્યુ હતુ. બહોળી સંખ્યામાં ભાવિકો જોડાઈને કથાનું રસપાન કર્યું હતુ. હવેલીની અંદર અમારૂ જે મનોરથ છે. તેમાં મુખ્ય સેવાર્થીમાં મોરબીથી આવેલ આઈકોન ગ્રુપના ભાવેશભાઈ ફળદુ તથા મના ધર્મપત્ની જુગનાબેન ઉપસ્થિત રહ્યા છે અને તેમને સેવાસુચી સ્વરૂપે હવેલીને યોગદાન આવ્યું છે.

પૂ.વ્રજરાજકુમારના આર્શિવાદ મેળવી ધન્યતા અનુભવી: ભાવેશભાઈ ફળદુVlcsnap 2019 03 29 13H14M19S391

અબતક સાથેની વાતચિત દરમિયાન આઈકોન ગ્રુપના ભાવેશભાઈ ફળદુએ જણાવ્યું હતુ કે શ્રીનાથધામ હવેલીના દર્શન કરી ધન્યતા અનુભવી છે શ્રીનાથધામ હવેલી ઉત્સવમાં જે શ્રીમદ ભાગવત સપ્તાહમાં ૧૦૮ વ્રજરાજકુમારજી મહોદયના વચનામૃત તથા પૂ. કિશોરચંદ્ર શાસ્ત્રી ખૂબજ સુંદર શૈલીમાં કથાનું રસપાન કરાવી રહ્યા છે. આ તકે હજારોની સંખ્યામાં જનમેદી ઉમટી પડી છે. અમે વ્રજરાજકુમારજી મહોદયના આર્શિવાદ મેળવી ધન્યતા અનુભવીએ છીએ. અમને ખૂબજ આનંદ અને હર્ષની લાગણી અનુભવીએ છીએ. અમને હવેલીના દર્શન થયા અને મનોરથી બનવાનો મોકો મળ્યો.Vlcsnap 2019 03 29 13H15M14S366

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.