Abtak Media Google News

રેઢી મુકેલી લોડેડે રિવોલ્વરમાંથી છુટેલી ગોળી કાર ડ્રાઈવરને લાગી : ભાજપ અગ્રણીની ધરપકડ

વેરાવળના ભાજપ અગ્રણી અને જવેલર્સ મંગળવારે રાજકોટ સંબંધીના ઘરે આવ્યા હતા.આ સમયે તેના ડ્રાઈયરે કુતૂલહવશ કારમાં રહેલી લોડેડ રિવોલ્વોર જોવા લઈને ટ્રિગર દબાવી દેતા વછુટેલી ગોળી હાથને ઈજા કરી સાથળમાં ઘુસી જતાં તેને હોસ્પિટલમાં દાખલ કરાયા છે.પોલીસે ગુનો નોંધી અગ્રણીની ધરપકડ કરી હતી.

બનાવની વિગત  મુજબ, વેરાવળમાં આકાશ કોમ્પ્લેકસમાં રહેતા અને સોનાના ઘરેણાનો શો-‚મ ધરાવતા ભાજપ અગ્રણી અરવિંદભાઈ હસમુખભાઈ રાણીંગા મંગળવારે કારમાં ડ્રાઈવર રાહુલ ભામાભાઈ હરણ (ઉ.વ.૨૭, રહે, ભાલકા, વેરાવળ) સાથે રાજકોટ રહેતા સંબંધીને મળવા આવ્યા હતા. રોયલ પાર્ક મેઈનરોડ પર માનવસરોવર પાર્કમાંથી રાતે કારમાં બેસીને પરત જવાની તૈયારી કરી રહેલા આગેવાન અરવિંદભાઈ રાણીંગા મોબાઈલનું ચાર્જર સંબંધીના ઘરે ભુલી ગયા હતા.આ સમયે તેની પરવાનાવાળી લોડેડ રિવોલ્વર કારના ડેસબોર્ડ પર પડી હતી. અરવિંદભાઈ ચાર્જર લેવા ગયાએ  પછી ડ્રાયવર રાહુલ રિવોલ્વોર જોવાની લાલસા રોકી નહીં શકતા તેને રિવોલ્વોર ઉપાડી. જો કે અજાણતા જ ટ્રીગર દબાઈ જતાં ધડાકો થયો હતો. રિવોલ્વોરમાંથી વછુટેલી ગોળીથી રાહુલના ડાબા હાથ અને ડાબા પગમાં ઈજા થતાં તે કારમાં ઢળી પડયો હતો.

બીજી તરફ ભડાકા અવાજ સાંભળી અરવિંદભાઈ દોડીને નીચે આવ્યા હતા અને ઘવાયેલા ડ્રાયવરને તાત્કાલીક હોસ્પિટલ લઈ ગયા હતા. બનાવ ફાયરિંગનો હોવાથી હોસ્પિટલના સત્તાધીશોએ પોલીસને જાણ કરતા પીઆઈ કે.એ.વાળા, પીએસઆઈ એમ.વી. રબારી હોસ્પિટલ  પહોંચી ગયા હતા.જો કે ઈજાગ્રસ્ત યુવક બેભાન હોવાથી અરવિંદભાઈ પાસેથી વિગતો મેળવીને બનાવ અંગે ઉચ્ચ અધિકારીને જાણ કરી હતી.બુધવારે સવારે ભાનમાં આવેલા ઈજાગ્રસ્ત રાહુલે સઘળી હકિકત જણાવ્યા પછી પીઆઈ વાળાએ કાનુની કાર્યવાહી કરી હતી. પરવાનેદારે પોતાનું શસ્ત્ર રેઢુ મૂકીને ગંભીર બેદરકારી દાખવી હતી તેમજ ભોગ બનનાર ડ્રાયવરે પણ અન્યની રિવોલ્વર ગેરકાયદે રીતે રાખીને ટ્રીગર દબાવી દીધું હોવાથી બંને સામે ગુનો નોંધાયો હતો. હેડ કોન્સ્ટેબલ ભગીરથસિંહ ખેરે જવલેર્સની પરવાનાવાળી રિવોલ્વોર, ચાર જીવતા કારતુસ અને ફુટેલા કારતુસનું ખાલી કેસ કબજે કરી પરવાનેદારની ધરપકડ કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.