Abtak Media Google News

કુલસચિવે કહ્યું ’ તપાસ સમિતી બનાવી છે પણ નામ નહિ આપું’!!

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અંગ્રેજીની પીએચ.ડીની પરીક્ષાના છબરડા પ્રશ્ને આજે વિદ્યાર્થી પરિષદ અ.ભા.વિ.પના કાર્યકરોએ રામધૂન બોલાવી હતી. યુનિવર્સિટીની તાનશાહી સામે સુત્રોચાર બોલાવી તાપસ સમિતિની રચના કરવા માંગ કરી હતી ત્યારે કુલસચીવને આ પ્રશ્ન પૂછવામાં આવતા તેમને કહ્યું કે , ’ તપાસ સમિતિની રચના કરી દીધી છે પણ તપાસ સમિતિમાં કોણ છે તેના નામ નહીં આપું’!

Img 20181124 115351યુનિવર્સિટીમાં ગત ૧૬ સપ્ટેમ્બરના અંગ્રેજી વિષયની પીએચ.ડીની પ્રવેશ પરીક્ષા યોજાઈ હતી જેમાં ૨૪૦માંથી ૪૦ જ વિદ્યાર્થીઓ પાસ થયા હતા વિદ્યાર્થીઓના કહેવા પ્રમાણે યુનિવર્સિટીએ સિલેબસ બહારના પ્રશ્નો પૂછ્યા હતા અને નિયત માળખાને પણ અનુસરવામાં આવ્યું ન હતું. પરીક્ષામાં રીસર્ચ મેથોડોલોજીના ૫૦ ને બદળે ૭૫ અને કોર પેપરના ૫૦ ને બદલે માત્ર ૨૫ જ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા.

પરીક્ષામાં છબરડાને મામલે વિદ્યાર્થીઓએ આર.ટી.આઈ હેઠળ પ્રશ્નપત્ર માંગતા એવો વિચિત્ર જવાબ આપવામાં આવ્યો હતો કે પ્રશ્નપત્ર આપવુંએ એજન્સીના વોર્કસકોપમાં આવતું નથી એટલે પ્રશ્નપત્ર ન આપી શકાય જેથી વિદ્યાર્થીઓએ કુલપતિ, રાજ્યપાલ, શિક્ષણમંત્રી, મુખ્યમંત્રી સહીતનાને રજુઆત કરી હતી. ૨ માસ સુધી પ્રશ્નનનો ઉકેલ  ન આવતા આજે એ. બી. વી. પીના કાર્યકરોએ કુલપતિની ચેમ્બર બારે રામધૂન બોલાવી હતી અને ધરણા પ્રદર્શન યોજયું હતું.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.