Abtak Media Google News

કચ્છનું ઘરેણું નાના ડેરાએ પોતાના આગવા અંદાજથી ખેલૈયાઓને કરાવી મોજ

અફલાતુન આયોજન અને સ્વચ્છતાની સર્વત્ર પ્રશંસા: વિજેતાઓ પર લાખેણા ઈનામનો વરસાદ

ડેન્યૂબ પ્રોપર્ટીસ પ્રેઝન્ટસ ‘અબતક’ સુરભી રાસોત્સવમાં પ્રથમ નોરતે જ ખેલૈયાઓ મન મુકીને ઝુમી ઉઠયા હતા. કચ્છનાં ઘરેણા એવા નાના ડેરા તરીકે પ્રખ્યાત દેવરાજ ગઢવીએ પોતાના આગવા અંદાજથી ખેલૈયાઓને મોજ કરાવી હતી. 20181010225306 Img 3890પ્રથમ નોરતે ‘અબતક’ સુરભી રાસોત્સવનાં અફલાતુન આયોજન અને સ્વચ્છતાની સર્વત્ર પ્રશંસા થઈ હતી. પ્રથમ દિવસે વિજેતા થયેલા ખેલૈયાઓને ઈનામોથી નવાજવામાં આવ્યા હતા. 20181010223713 Img 3873રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે આયોજીત ‘અબતક’ સુરભી રાસોત્સવમાં ગઈકાલે પ્રથમ નોરતે રાત્રે જાણે સુરજ ઉગ્યો હોય તેવો માહોલ સર્જાયો હતો. પ્રથમ નોરતે જ હજારોની સંખ્યામાં ખેલૈયાઓ ઉમટી પડીને મનભરીને ઝુમ્યા હતા.20181010221330 Img 3845 Dsc 3493સૌપ્રથમ માતાજીની ભાવભેર આરતી કરવામાં આવી હતી ત્યારબાદ પ્રથમ રાઉન્ડમાં રઉફ હાજી, વંદનાબેન ગઢવી અને હિનાબેન હિરાણીનાં સંગાથે ખેલૈયાઓ ઝુમી ઉઠયા હતા. 20181010221811 Img 3850બાદમાં બીજા રાઉન્ડમાં કચ્છના ઘરેણા એવા નાના ડેરા તરીકે પ્રખ્યાત દેવરાજભાઈ ગઢવીની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી.20181010210540 Img 3789 તેઓએ પોતાના આગવા અંદાજમાં છલડાથી શરૂઆત કરી હતી ત્યારે ઉ૫સ્થિત તમામ ખેલૈયાઓએ દેવરાજભાઈ ગઢવીનાં આ આગવા અંદાજને તાલીઓથી વધાવ્યો હતો. 20181010223220 Img 3858બાદમાં સમગ્ર બીજા રાઉન્ડમાં દેવરાજભાઈ ગઢવીના સંગાથે ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ વર્તાયો હતો.20181010205424 Img 3773

ત્યારબાદ પ્રથમ નોરતાનો સિલેકશન રાઉન્ડ યોજવામાં આવ્યો હતો. નવલા નોરતાના પ્રથમ દિવસે જ રાસોત્સવમાં ખેલૈયાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા અને મનમુકીને ઝુમ્યા હતા.20181010215344 Img 3821 ‘અબતક’ સુરભી રાસોત્સવનાં ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવેલા અફલાતુન આયોજન, વ્યવસ્થા અને સ્વચ્છતાનાં સૌ કોઈએ ભરપેટ વખાણ કર્યા હતા.Untitled 1 30

પ્રથમ નોરતાના વિજેતાઓ

સિનિયર પ્રિન્સસિનિયર પ્રિન્સેસ

 

જૂનિયર પ્રિન્સ

 

જુનિયર પ્રિન્સેસ

 

સિનિયર વેલડ્રેસ પ્રિન્સેસ

 

જુનિયર વેલડ્રેસ પ્રિન્સ

 

જૂનિયર વેલડ્રેસ પ્રિન્સેસ

 

સાગર ઠુંમર

 

રીધ્ધી શાહ

 

કેતન મકવાણા

 

ધ્રુવી અઢીયા

 

પ્રિતિ રાજાણી

 

હર્ષિત વસોયા

 

કૃપા જાડેજા

 

રાહુલ પરમાર

 

યોગેશ્ર્વરીબા પરમાર

 

દીલીપ સાપરા

 

પાયલ જોષી

 

  બેસ્ટ ગ્રુપ

 

કિશન સેલવડા

 

દેવાંગી ચૌહાણ

 

ઉર્વિન ગોહેલ

 

આનલ ભુવા  સપ્તક ગ્રુપ (ગોંડલ)

 

નીરવ વાઘેલા

 

નીધી રાજયગુરૂ

 

     

20181010224340 Img 3883

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.