Abtak Media Google News

‘હારશે કોરોના…જીતશે રાજકોટ’ સુત્રને સાર્થક બનાવવામાં ‘સમરસ’નો સિંહ ફાળો

કોવિડ કેર સેન્ટર અને ડેડિકેટેડ કોવિડ હેલ્થ સેન્ટર બંનેમાં જિલ્લા કલેકટર રેમ્યા મોહનના માર્ગદર્શન હેઠળ દર્દીઓની આગવી રીતે રખાતી સારસંભાળ

સમરસ હોસ્ટેલ, રાજકોટ ખાતે ૨૦૦૦ની કેપેસીટી ધરાવતું કોવિડ સેન્ટર શ‚ કરવામાં આવેલ હતુ જેનો ઉપયોગ પ્રથમ કવોરેન્ટાઈન સેન્ટર તરીકે કરવામાં આવેલ જયાં કોરોના પોઝીટીવ દર્દીનાં સંપર્કમા આવેલા તથા પરિવારજનોને કવોરેન્ટાઈન કરવામાં આવતા હતા.

Img 20201024 Wa0012

કોરોનાના પોઝીટીવ કેસો વધતાં સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં ઓકિસજન વાળા બેડની અછત થતા કુલ ૩૫૦ બેડ સાથે સમરસ હોસ્ટેલના ચારમાળને ઓકિસજન સુવિધા યુકત ડીસીએચસી ડેડિકેટેડ કોવિડ હેલ્થ સેન્ટરમાં ‚પાંતરિત કરવામાં આવેલ હતુ. ત્યાં મોડરેટ અને ઓકિસજનની જ‚રિયાત ધરાવતા અંદાજીત ૧૦૦૦થી વધુ દર્દીઓ સારવાર મેળવી કોરોના મુકત થઈ ચૂકયા છે. અહી ડોકટર્સ, નર્સ, પેશન્સ એટેન્ડન્ટ સહિતનો સ્ટાફ દર્દીઓની સારવાર માટે ખડેપગે પ્રાંત અધિકારી રાજકોટ શહેર ૨ ચરણસિંહ ગોહિલ તથા મેડીકલ નોડલ ડો. મેહુલ પરમાર જિલ્લા કલેકટર રેમ્યા મોહનના સીધા માર્ગદર્શન અને પરામર્શમાં રહી રાજકોટના સૌથી મોટા કોવિડ હેલ્થ સેન્ટરનું સંચાલન કરી રહ્યા છે. ૪૫૦૦થી વધુ દર્દીને લાંબા સમયની સારવાર આપ્યાના પ્રસંગે જિલ્લા કલેકટરે જણાવ્યું છે કે આગામી સમયમાં કોરોના વાઈરસ સંબંધે તમામ પડકારોને પહોચી વળવા તંત્ર સજજ છે. હાલમાં કોરોનાના કેસોમાં ઘટાડો આવ્યો છે. છતાં તંત્ર દ્વારા કોરોનાને ગંભીરતાથી લઈ તમામ પ્રયાસો કરાઈ રહ્યા છે. હાલ કોરોના અંગે સમજદારી તથા ગાઈડલાઈન્સનું પાલન કરવું મહત્વનું છે.

સમરસના સેન્ટરોમાં શ્રેષ્ડ સારવારની સાથોસાથ સંવેદના અને માનવીય અભિગમનની પણ સુવાસ:ચરણસિંહ ગોહિલ

Img 20191219 122718

કોરોના પોઝીટીવ કેસો વધતા સમરસ હોસ્ટેલને કોવિડ કેર સેન્ટર તરીક કાર્યરત કરવામાં આવેલ જયા કોરોનાના માઈલ્ડ લક્ષણો ધરાયતાં દર્દીઓને રાખવામાં આવતા હતા જેના કારણે શહેરની સિવિલ હોસ્પિટલ અને અન્ય ડેડિકેટેડ કોવિડ હોસ્પિટલ્સનું ભારણ ઘટાડવામાં આવ્યું. આજ દિન સુધી સમરસ કોવિડ કેર સેન્ટર ખાતે ૩૬૦૦ થી વધુ દર્દીઓ સારવાર લઈ ચૂકયા છે. દરેક દર્દી અહી દસ દિવસ સુધી સારવાર મેળવી કોરોના મૂકત થટે ઘેર જાય છે. આ સંપૂર્ણ દસ દિવસના સમય દરમિયાન તેઓને ઉતમ ગુણવતાનો ખોરાક, કાઉન્સેલીંગ, દવાઓ, હેલ્થચેકઅપ ઉપરાંત માનવતા સભર અને સંવેદનશીલ અભિગમથી ટ્રીટમેન્ટ અપાઈ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.