Abtak Media Google News

એલસીબીએ દરોડો પાડી ૨૮૮૨ બોટલ દારૂ કબજે: ત્રણ બુટલેગર ફરાર

જામજોધપુર તાલુકાના સોનવડીયા ગામની સીમમાં જુના તળાવમાં સંતાડવામાં આવેલો રૂ.૧૧ લાખની કિંમતનો ૨૮૮૨ બોટલ ઈંગ્લીશ દારુનો જંગી જથ્થો પકડી પાડવામાં આવેલો હતો અને દારુ સંતાડનાર ત્રણ આરોપીઓ ભાગી છુટયા હોવાથી પોલીસ દારુ તેઓની શોધખોળ હાથ ધરાઈ હતી.

Advertisement

જામજોધપુર તાલુકાના સોનવડીયા ગામની સીમમાં ઝીણાવારી ગામ તરફ જવાના રસ્તે આવેલા તળાવમાં સોનવડીયા ગામના રાજુભાઈ પોલાભાઈ રબારી, મેલાણ ગામના મુન્નાભાઈ કાનાભાઈ રબારી અને ભાણવડ તાલુકાના પાછતરડી ગામના મેરુભાઈ રામભાઈ રબારી નામના ત્રણ શખ્સો દ્વારા ઈંગ્લીશ દારુનો માતબર જથ્થો ઉતારવામાં આવ્યો છે અને તળાવમાં સંતાડેલો છે.

તેવી ચોકકસ બાતમીના આધારે એલસીબીની ટીમે જે દરોડા દરમ્યાન તળાવમાં સંતાડવામાં આવેલો રુ.૧૧,૫૨,૮૦૦ની કિંમતનો ૨૮૮૨ નંગનો જંગી જથ્થો મળી આવ્યો હતો. જે દારુનો તમામ જથ્થો કબજે કરી એક ટેમ્પા મારફતે જામજોધપુરના પોલીસ મથકે પહોંચાડયો હતો. જયારે ત્રણેય આરોપીઓ પોલીસના દરોડાના સમયે ભાગી છુટયા હોવાથી ત્રણેયને ફરાર જાહેર કરાયા હતા અને શોધખોળ હાથ ધરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.