Abtak Media Google News

અભિષેક બચ્ચન એમેઝોન સંપૂર્ણપણે મૂળ વેબ શ્રેણીની બીજા સિઝનમાં એક મુખ્ય ભૂમિકા ભજવવા માટે તૈયાર છે  તેની સાથે તે આ નવા ડિજિટલ પ્લેટફોર્મની દુનિયામાં કદમ રાખવા જઈ રહ્યા છે.

આર માધવન દ્વારા કરવામાં આવેલ “બ્રેથ” અને “નેટફિક્સ”,  સૈફ અલી ખાન અને નવાઝુદ્દીન સિદ્દીકી ની “સેક્રેડ ગેમ્સ”ની સફળતા પછી ધીમે ધીમે આ માધ્યમ તરફ બીજા કેટલાક કલાકારો જઈ રહ્યા છે હાલમાં જ અભિષેક બચ્ચનની પણ એંન્ટ્રી થઈ ચૂકી છે.

આ બાબતે અભિષેક બચ્ચને કહ્યું હતું કે સ્ટ્રીમિંગ સેવાએ હાલમાં અત્યંત આકર્ષક માધ્યમ છે. તે તેનો ભાગ બની ખૂબ ઉત્સાહિત છે. અભિષેકે કહ્યું, “બ્રિથ”માં એક વસ્તુ જેણે મને સૌથી વધુ આકર્ષી છે તે વાર્તાની વિગતો અને નાનીનાની વાતો છે. આ સ્ટ્રીમિંગ મીડિયા માં  જ શક્ય છે, જેમાં દર્શકો સાથે જોડવાનો સમય પરંપરાગત રીતે ફિલ્મો કરતાં લગભગ  ચાર ગણો છે.

શ્રેણીની બીજી સિઝન એબેન્ડિન્ટિયા એન્ટરટેઇનમેન્ટ દ્વારા બનાવવામાં આવી રહી છે, જે મયંક શર્મા દ્વારા નિર્દેશિત કરવામાં આવશે, જેણે પ્રથમ સિઝનને પણ નિર્દેશિત કર્યો હતો. આ સીઝનમાં અમિત સાધ પણ જોવા મળશે. અભિષેક ભવિષ્યમાં આવી વેબ શ્રેણી પણ બનાવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.