Abtak Media Google News

મોટી સંખ્યામાં વકીલોની પ્રેરક હાજરી: પ૩ નંબર પર મતદાન કરવા અપીલ

બાઉ કાઉન્સીલ ઓફ ગુજરાતના પ્રતિષ્ઠા ભર્યાચુંટણી જંગમાં બાર કાઉન્સીલના પૂર્વ ચેરમેન દીલીપ પટેલના ચુંટણી કાર્યાલયનું ઉદધાટન પ્રખર ધારાશાસ્ત્રી અને કેન્દ્ર સરકારના લોકમીશનનાં મેમ્બર અભયભાઇ ભારદ્વાજ ના હસ્તે ખુલ્લુ મુકાયું હતું. આ તબકકે મેયર જયમનભાઇ ઉપાઘ્યાય, ડે.મેયર દર્શીતાબેન શાહ સ્ટે. ચેરમેન પુષ્કર પટેલ, સીન્ડીકેટ સભ્ય નેહલ શુકલ, કોર્પોરેટર કશ્યપ શુકલ, અશોક ડાંગર, પ્રદીપ  ડવ, મહીલા અગ્રણી મીનાક્ષીબેન ત્રિવેદી, અમૃતાબેન ભારદ્વાજ, નયનાબેન ચૌહાણ સહીત ઉ૫સ્થિત રહેલા હતા.

રાજકોટ શહેરના બાર એસો. ના પ્રમુખ અનિલભાઇ દેસાઇ, ભાજપા લીગલ સેલના અઘ્યક્ષ હીતેશભાઇ દવે, કલેઇમ બારના પ્રમુખ રાજેશ મહેતા, કીમીનલ ના પ્રમુખ તુષાર બસલાણી, રેવન્યુ બાર ના પ્રમુખ સી.એચ.પટેલ મહીલા બારના મહેશ્ર્વરીબેન ચૌહાણ, બીનલબેન, સ્મીતાબેન, અત્રી, સીનીયર ધારાશાસ્ત્રી ઓ જયદેવ શુકલ, જી.ડી. ઠાકર તથા પિયુષ શાહ, અર્જુનભાઇ પટેલ, રમેશભાઇ કથીરીયા, મયંક પંડયા, જે.બી.શાહ, અનિલભાઇ ગજેરા, સંજય વ્યાસ, ગીરીશભાઇ ભટ્ટ, ધીમંત જોશી, એ.ટી.જાડેજા, નોટરી બારના પ્રમુખ પ્રકાશસિંહ

ગોહીલ, ભરતભાઇ આહયા, પરેશ મારુતી, રમેશભાઇ ઘોડસરા, જીલ્લા સરકારી વકીલ એસ.કે.વોરા, અનીલ જસાણી, આસીમ ચાંદ્રાણી, અજય સેદાણી, મુકેશ દેસાઇ, જે.એફ.રાણા, ભરત બદાણી, બીપીન ગાંધી, યોગેશ ઉદાણી, રુપરાજસિંહ પરમાર, તુલસીદાસ ગોંડલીયા, ધીરુભા પરમાર, કીરીટ નકુમ સહીતના ના વકીલો હાજર રહેલા હતા.

રાજકોટ બાર ના દીલીપભાઇ જોશી, જતીન ઠકકર એન્જલ સરધારા, અજય પીપળીયા, ધર્મેશ સખીયા, ડી.સી. પરમાર, વિજય દવે, અશ્ર્વીન ગોસાઇ, હરેશભાઇ પરસોડા, જયેશ બોધરા રાજભા ઝાલા ડી.ડી. મહેતા નિદેશભાઇ અગ્રાવત વિપુલ પંડયા પ્રશાંત લાઠીગ્રા, કેતન પાટડીયા, પરેશ કુકડીયા, ધર્મેશ લાડવા, જે.વી.ગાંગાણી, કે.જે.ત્રિવેદી એન.આર. શાહ, જી.આર. પ્રજાપતિ, અજય જોશી, અજય ચૌહાણ, રાકેશ જોશી, નસીત કલ્પેશ વિજય ભટ્ટ, વિતય તોગડીયા ભાવેશ પટેલ એન.ચાર. જાડેજા સહીતના પ૦૦ થીવધુ એડવોકેટ વિશાળ સમુદાયમાં દીલીપ પટેલના સમર્થનમાં હાજર રહેલ હતા.

હાજર રહેલા મેયર જૈમનભાઇ ઉપાઘ્યાય, ડે.મેયર દર્શિતાબેન શાહ તથા અભય ભારદ્વાજ પ્રવચન કરેલા હતા અને દીલીપભાઇ પટેલ તેમને બે ટર્મ દરમ્યાન કરેલા કાર્યોની વિગતો જણાવેલી હતીે. દીલીપ પટેલને આપણા મતોનું મુલ્યાંકન કરી અને ચુંટણીમાં આ વખતે પણ પ્રથમ નંબર ઉપર વિજેતા સૌ સાથે મળીને બનાવીએ લેવી શુભેચ્છા પાઠવેલી હતી. કાર્યક્રમનું સંચાલન હીતેશભાઇ દવેએ કરેલ હતું  અને તમામ વકીલોએ દીલીપ પટેલના નામ સામે ૫૩ નંબર ઉ૫ર એકડો કરી મતદાન કરવા જણાવેલું હતું.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.