Abtak Media Google News

Table of Contents

કહી દો પુનમનાં ચાંદ આજ ઉગે આથમણી ઓર રે…

શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના પુત્ર રોહને ‘અબતક’ સુરભીના આંગણે રાસ રમી રાજકોટવાસીઓના મન મોહી લીધા

રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી ગઈકાલે પરિવાર સાથે ‘અબતક’ સુરભી રાસોત્સવના મોઘેરા મહેમાન બન્યા હતા. કમલેશભાઈના પુત્ર રોહનનો એક પગ બે વર્ષ પૂર્વે રેલવે અકસ્માતમાં થોડો કાપવો પડયો હતો. જો કે, નાની ઉંમરે જ પગ કપાયો હોવા છતાં રોહનના મક્કમ મનોબળ પર રતિભારનો પણ ફેર પડયો નથી. ગઈકાલે છઠ્ઠા નોરતે રોહન એવો તે રંગમાં આવી ગયો હતો કે તે ‘અબતક’ સુરભી રાસોત્સવમાં મન મુકીને ઝુમી ઉઠયો હતો. એક પગ કપાયેલો છે અને કૃત્રિમ પગ ફીટ કરવામાં આવ્યો હોવા છતાં રોહન એવી રીતે દાંડીયા રાસ રમતો હતો કે, ૧૦૦ ટકા તંદુરસ્ત અને શારીરિક રીતે સક્ષમ ખેલૈયાઓ પણ તેની પાસે ટૂંકા પડતા હતા. મક્કમ મનના મહારી એવા રોહનની એક એક લચક પર રાજકોટવાસીઓ આફરીન થઈ ગયા હતા. પગ કપાયેલ હોવા છતાં પોતાના પુત્રને અન્ય ખેલૈયાઓની માફક મેદાનમાં ઝુંમતો અને ખીલતો નિહાળી કમલેશભાઈ મિરાણી અને તેમના ધર્મપત્ની તો ગદગદીત થઈ જ ગયા હતા પરંતુ ગ્રાઉન્ડમાં ઉભેલા એક-એક વ્યક્તિનું દિલ પણ ખીલી ઉઠયું હતું. પગ કપાયો હોવા છતાં દર વર્ષે રોહન નવરાત્રી મહોત્સવમાં નવે-નવ દિવસ રાસ ગરબે રમે છે. આટલું જ નહીં ૩૬૫ દિવસ કલાકો સુધી ક્રિકેટ રમતો હોય છે. રોહનનું મનોબળ એટલું તો મક્કમ છે કે નવરાત્રી મહોત્સવની વાત તો છોડો જ્યારે રેલવે અકસ્માત બાદ તેના પગ કપાવાની કપરી પરિસ્થિતિ ઉભી થઈ ત્યારે પણ રોહનની આંખમાં એક પણ આંસુ આવ્યું ન હતું. આટલું જ નહીં માતા-પિતા રડતા હતા ત્યારે રોહને સધીયારો આપ્યો હતો.

આજે સામાન્ય માણસ તાવ કે શરદી જેવી બિમારીમાં પણ હથીયાર હેઠા મુકી દેતો હોય છે અને કાગારોળ મચાવી દેતો હોય છે ત્યારે રોહન જેવા મક્કમ મનના મહારીને ખરેખર સો-સો સલામ કરવાનું મન થાય છે. રોહનની ઉંમર એટલી મોટી તો નથી કે તે દુનિયાના તમામ પ્રકારના દુ:ખ અને તકલીફો હસ્તા મોઢે સહન કરી લે પરંતુ તેની એકમાત્ર તાકાત તેનું મક્કમ મનોબળ જ છે. જે રીતે ગઈકાલે તે હોંશભેર ‘અબતક’ સુરભીના ગ્રાઉન્ડમાં રાસ રમતો જોવા મળ્યો હતો તેના પરથી એક પણ ઘડી એવું ન લાગે કે આ બાળકનો એક પગ કાળના કપરા સંજોગોમાં કાપવાની પરિસ્થિતિનું નિર્માણ પણ થયું હતું. રોહનની રમતો નિહાળી માતા-પિતાનો હરખ તો કયાંય સમાતો ન હતો પરંતુ ગ્રાઉન્ડમાં ઉપસ્થિત તમામ લોકોના ચહેરા પર એક પ્રકારની અલગ જ ખુશાલી જોવા મળતી હતી. જ્યારે તેને દાંડીયા રાસ રમ્યા બાદ વિરામ લીધો ત્યારે અન્ય ખેલૈયાઓએ તાળીઓના ગળગળાટ સાથે રોહનના રંગને સહર્સ વધાવી લીધો હતો.

રંગ છે રોહન

મકકમ મનના મહારથીને સલામ

 

Abhatak-Becomes-Most-Expensive-Guest-At-Surbhi-Rasachetsav

 

સાંસદ મોહનભાઈ  મુસ્કુરાયા

3S8A1528

અર્થ વ્યવસ્થા અને સુરક્ષા વ્યવસ્થા ખુશખુશાલ

Img 0304

ખેલૈયાઓનું જોમ વધારવા સાંસદ મોહનભાઈ કુંડારીયા, જિલ્લા કલેકટર રેમ્યા મોહન, મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલ, પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, પ્રિન્સીપલ કમિશનર ઓફ ઇન્કમ ટેકસ રાજકોટ બી.વી.ગોપીનાથ, અધિક સેશન્સ જજ (ફેમીલી કોર્ટ) એન.કે.પરીખ, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી સહિતનાં મહાનુભાવોનો ‘અબતક’ સુરભીનાં આંગણે જામ્યો મેળાવડો

કલેકટર રેમ્યા મોહન અને મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલે ખેલૈયાઓની રંગત જોઈ રંગીલા બની ગયા

Img 0478

‘વહાલુડી’…પરીવારે રમઝટ માણી !!!

Abhatak-Becomes-Most-Expensive-Guest-At-Surbhi-Rasachetsav

 

Img 3595

ન્યાયાધીશ પણ ‘સુચારૂ’ વ્યવસ્થાથી ખુશહાલ

Img 0337

બબીતા ગોપીનાથે પણ લીધા રાસ-ગરબા

Abhatak-Becomes-Most-Expensive-Guest-At-Surbhi-Rasachetsav

આવકવેરા વિભાગનાં પ્રિન્સીપલ કમિશનર ગોપીનાથે સજોડે રાસોત્સવ માણ્યો

3S8A1444

પૂર્વ ડે.મેયર ડો.દર્શિતા શાહ અને નગરસેવિકા મીનાબેન પારેખનાં ચહેરા પર સ્મિત

Img 3672

શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી પરિવાર સાથે બન્યાં અબતક સુરભી રાસોત્સવનાં અતિથિ

Img 3565

પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન પુષ્કર પટેલ અને બાંધકામ સમિતિ ચેરમેન મનિષ રાડિયાની ઉત્સાહવર્ધક ઉપસ્થિતિ

3S8A1440

વિશ્વમાં સૌથી મોટા નૃત્ય મહોત્સવ નવરાત્રીનાં છઠ્ઠા દિવસે ગુજરાતનાં નંબર વન અર્વાચીન રાસોત્સવ ‘અબતક’ સુરભીનાં આંગણે ખેલૈયાઓનું જોમ વધારવા માટે મહાનુભાવોનો મેળાવડો જામ્યો હતો. રાજકોટનાં મોંઘેરા ગણાતા મહારથીઓ ‘અબતક’ સુરભી રાસોત્સવનાં મોંઘેરા મહેમાન બન્યા હતા. મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિમાં ખેલૈયાઓ સોળે કળાએ ખીલી ઉઠયા હતા. મેદાન પર જાણે શરદપૂર્ણિમાનો ચંદ્રમાં ખીલ્યો હોય તેવો અદ્વિતીય માહોલ જોવા મળ્યો હતો.

છઠ્ઠા નોરતે ‘અબતક’ સુરભી રાસોત્સવમાં રાજકોટનાં સાંસદ મોહનભાઈ કુંડારીયા, રાજકોટ જિલ્લા કલેકટર રૈમ્યા મોહન, રાજકોટ મહાનગરપાલિકાનાં કમિશનર ઉદિત અગ્રવાલ, રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, પ્રિન્સીપલ કમિશનર ઓફ ઈન્કમ ટેકસ રાજકોટ બી.વી.ગોપીનાથ (આઈઆરએસ), શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, અધિક સેશન્સ જજ (ફેમેલી કોર્ટ) એન.કે.પરીખ, ક્રાઈમ બ્રાંચનાં પી.આઈ. એચ.એમ.ગઢવી, પૂર્વ ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટીનાં પૂર્વ ચેરમેન પુષ્કરભાઈ પટેલ, બાંધકામ સમિતિનાં ચેરમેન મનિષભાઈ રાડીયા, કસ્ટમ સુપ્રીટેન્ડેન્ટ નરેન્દ્રસિંહ જાડેજા, શહેર ભાજપ કાર્યાલય મંત્રી હરેશભાઈ જોષી, દિકરાનું ઘર વૃદ્ધાશ્રમ ઢોલરાનાં ટ્રસ્ટી મુકેશભાઈ દોશી, જૈન અગ્રણી ઉપેનભાઈ મોદી, સુનિલભાઈ મહેતા, કિરીટભાઈ આદ્રોજા, ગીરીરાજ હોસ્પિટલનાં ચેરમેન રમેશભાઈ ઠકકર અને વોર્ડ નં.૭નાં કોર્પોરેટર તથા સ્ટેન્ડિંગ કમિટીનાં સભ્ય મીનાબેન પારેખ સહિતનાં અનેક મોંઘેરા મહાનુભાવો મોંઘેરા મહેમાન બન્યા હતા.  મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિથી ખેલૈયાઓનો જુસ્સો જાણે સાતમાં આસમાને પહોંચી ગયો હોય તેવો માહોલ મેદાન પર જોવા મળતો હતો. ‘અબતક’ સુરભી રાસોત્સવનાં બેનમુન આયોજનને તમામ મોંઘેરા મહેમાનોએ બે મોઢે વખાણયું હતું અને સ્વયંભુ રીતે જ માત્ર રાજકોટ નહીં પરંતુ સમગ્ર ગુજરાતનાં નંબર વન રાસોત્સવનું બિરુદ આપી દીધું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.