Abtak Media Google News

બોલિવૂડ સ્ટાર આમિર ખાનની દીકરી ઈરાનો ૧૦ મેના રોજ ૨૧મો જન્મદિવસ છે. આમિર ખાને દીકરી સાથેની તસવીર શેર કરીને ઈમોશનલ વાત લખી છે.

આમિરે સોશિયલ મીડિયામાં દીકરી સાથેની તસવીર શેર કરીને લખ્યું છે, ’હેપ્પી ૨૧ ઈરા. વિશ્વાસ નથી થતો કે તું આટલી જલ્દી મોટી થઈ જઈશ. મારા માટે તો તું હંમેશા ૬ વર્ષની બાળકી જ રહીશ. લવ યૂ..પાપા…’ આમિરે જે તસવીર શેર કરી છે, તેમાં તે ફિલ્મ ’મંગલ પાંડે’ના લુકમાં જોવા મળે છે. આ ફિલ્મ ૨૦૦૫માં રીલિઝ થઈ હતી. તે સમયે ઈરાની ઉંમર છ વર્ષની હતી.

Ira Khan

આમિરે ‘ક્યામત સે ક્યામત તક’ની રિલીઝના બે વર્ષ પહેલાં ૧૯૮૬માં ભાગીને લગ્ન કર્યાં હતાં. આ લગ્ન ૧૬ વર્ષ સુધી ટક્યા હતાં અને ૨૦૦૨માં બંનેના ડિવોર્સ થયા હતાં. રિના તથા આમિરને પુત્ર જુનૈદ પણ છે. આમિરે ૨૦૦૫માં કિરણ રાવ સાથે લગ્ન કર્યાં હતાં. બંનેને દીકરો આઝાદ છે.

થોડા સમય પહેલાં ઈરા ખાનની આર્ટિસ્ટ મિશાલ ક્રિપલાની સાથેની તસવીરો વાયરલ થઈ હતી. આ તસવીરોમાં બંને એકબીજા સાથે ઈન્ટીમેટ થતાં જોવા મળ્યાં હતાં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.