Abtak Media Google News

પૂ.પ્રમુખસ્વામી ઓડિટોરીયમ તા પ્રોફેશનલ ફોરમનું સંયુક્ત ઉપક્રમે એક નોખા-અનોખા અને સુખદ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપમાં રાજકોટ શહેરના અન્ય એન.જી.ઓ. રાજકોટ મેનેજમેન્ટ એસોસીએશન તેમજ રોટરી કલબ ઓફ રાજકોટ મેઈન-ગ્રેટર તા મીડટાઉનનાં સહકાર પ્રાપ્ત યેલ હતો.

૪૦૦ી પણ વધારે વર્કશોપ તા તમામ વયજુના ૬૦૦૦ ડોકટર મીત્રો ૨૦૦૦૦ી વધારે કોર્પોરેટ કંપનીઓને પ્રશિક્ષણ આપનાર મુંબઈના ધર્મેશ શાહે પોતાના આગવા અંદાજમાં મનોવૈજ્ઞાનિક ઢબે રોજીદા જીવનમાં તણાવી રાહત મેળવવાની ચાવીઓ બતાવેલ. સંપૂર્ણપણે ઈન્ટરએકટીવ એવા આ વર્કશોપમાં વ્યસ્ત જીવનમાં તણાવમુકત વાની ઝડપી ટેકનીકો રોગમુકત જીવન કઈ રીતે જીવી શકાય તેના ઉપાયોની વિશેષ છણાવટ કરેલ હતી.

ખૂબજ મોટી સંખ્યામાં ઉપસ્તિ પ્રબુધ નાગરિકોએ “તણાવમુક્ત જીવન જીવવાની રીત જાણી માણી અને બિરદાવેલ હતી. ‘કી ટુ સ્ટ્રેસ ફ્રી લાઈફ’ વિશે પ્રસ્તાવના ઈન્ડિયન મેડીકલ એસો.ના પ્રમુખ ડો.હિરેન કોઠારીએ આપેલ હતી. મુખ્ય વકતાનું બહુમાન જૈન પ્રોફેશનલ ફોરમના ચાટર્ડ એકાઉન્ટન્ટ કલ્પેશ દોશી તા એડવોકેટ તરુણ કોઠારી દ્વારા કરવામાં આવેલ હતું. અંતમાં આભારવિધિ તમામ રોટરી કલબ વતી અશોક ભટ્ટ દ્વારા કરવામાં આવેલ હતી.

કાર્યક્રમને સફળ કરવા તમામ સંસના તમામ હોદ્દેદારો જેવા કે ડો.હિરેન કોઠારી, ડો.પીયુષ ઉનડકટ, ડો.રાજુ કોઠારી, કલ્પેશ દોશી, ચેતન કોઠારી, તરુણ કોઠારી સો અશોક ભટ્ટ, યશ રાઠોડ તશ કલ્પીત સંઘવીઅે ખૂબજ જહેમત ઉઠાવેલ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.