Abtak Media Google News

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ જયાં અભ્યાસ કર્યો હતો તે ઐતિહાસિક સ્થળ એવી આલ્ફ્રેડ હાઈસ્કૂલ ખાતે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજય અને કેન્દ્ર સરકારની અલગ અલગ યોજનાઓ અંતર્ગત રૂ.૨૬ કરોડના ખર્ચે “મહાત્મા ગાંધી મ્યુઝિયમનું નિર્માણ કરવામાં આવ્યું છે. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા આવતીકાલે આ વિશ્ર્વની ધરોહર સમા મ્યુઝિયમનું લોકાર્પણ કરવામાં આવનાર છે. મહાત્મા ગાંધી મ્યુઝિયમની અંદર અદ્ભૂત નજારો જોવા મળી રહ્યો છે.

એક-એક ઓરડામાં જાણે રાષ્ટ્રપિતાની હયાતીની અનુભુતિ થતી હોય તેવો અલૌકીક માહોલ જોવા મળી રહ્યો છે. બાપુના બાળપણ, વિદ્યાર્થીકાળ, યુવા અવસ્થા, લગ્ન જીવન, આઝાદીની ચળવળ દરમિયાન કરેલા વિવિધ આંદોલનો, ટૂંકમાં મોહનથી મહાત્મા બન્યા ત્યાં સુધી બાપુના જીવનની તમામ વૃતાંત આ મ્યુઝિયમમાં આવરી લેવામાં આવ્યું છે. માત્ર રાજકોટ કે, ગુજરાત નહીં પરંતુ દેશ-વિદેશના સહેલાણીઓ માટે આ એક અદ્ભૂત અને પ્રેરણાદાયી બની રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.