Abtak Media Google News

સીનીયર સીટીઝનોને પસંદ પડે તેવા અનેક જૂના ગીતોની રમઝટ

સંગીતના માધ્યમથી બધા ભેગાં થઈ આનંદ માણીએ છીએ: કિશોરસિંહ જેઠવા

મ્યુઝીકલ લાઈફ કલબ દ્વારા રાજકોટના ઈવનીંગ પોસ્ટ ખાતે એક સંગીત સંધ્યાનુય આયોજન કરવામાં આવ્યું હતુ આ સંગીત સંધ્યામાં સીનીયર સીટીઝનોને પસંદ પડે એવા જૂના હિન્દી ગીતોની રમઝટ સંગીતકારો દ્વારા બોલાવવામાં આવ્યા હતા આ સંગીત સંધ્યામાં બહોળી સંખ્યામાં હાજરી આપી ગીતોનો આનંદ માણ્યો હતો.

કિશોરસિંહ જેઠવાએ જણાવ્યું હતું કે, ફેન્ડસ કલબ દ્વારા ઈવનીંગ પોસ્ટ ખાતે સંગીત સંધ્યાનું આયોજન કર્યું હતુ આ કાર્યક્રમમાં જુના જુના હિન્દી ફિલ્મોના ગીતો કે જે સીનીયર સીટીઝનને ગમે તેવા ૩૦ જેટલા ગીતો રાખવામાં આવ્યા છે. આ સંગીત સંધ્યામાં ૧૦ જેટલા સંગીતકારો દ્વારા ગીતો ગાઈને લોકોને આનંદ અપાવશે આ કાર્યક્રમનો મુખ્ય હેતુ નિવૃત્તિમાં પ્રવૃત્તિનો છે. સંગીતના માધ્યમ દ્વારા અમે બધા ભેગા થઈએ છીએ અને આનંદ માણીએ છીએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.