Abtak Media Google News

માતા પુત્ર બન્ને સલામત : સુરેન્દ્રનગર જિલ્લા ની ગાંધી હોસ્પિટલ ની ટિમ નો મહિલા ના પરિવાર દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો.

સુરેન્દ્રનગર જિલ્લામાં સતત કોરોનાવાયરસ ના કેસો વધી રહ્યા છે ત્યારે ખાસ કરી સુરેન્દ્રનગર જિલ્લામાં સગર્ભા મહિલાઓને કોરોના નો ચેપ ઝડપી ફેલાઈ રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં અત્યાર સુધીમાં ત્રણ સગર્ભા મહિલાઓને કોરોના રિપોર્ટ પોઝિટિવ આ પામ્યા છે ત્યારે સારવાર અર્થે સુરેન્દ્રનગર જિલ્લાની ગાંધી હોસ્પિટલ ખાતે રાખવામાં આવી છે.

ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાની ગાંધી હોસ્પિટલ ખાતે રાખવામાં આવેલ સગર્ભા મહિલાને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો ત્યારે સારવાર અર્થે સુરેન્દ્રનગર જિલ્લાની ગાંધી હોસ્પિટલ ખાતે રાખવામાં આવ્યા હતા ત્યારે આ મહિલાને ડીલેવરી નો સમય નજીક હોવા છતાં પણ સુરેન્દ્રનગર જિલ્લાની ગાંધી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે રાખવામાં આવ્યા હતા.

ત્યાતે આજે વહેલી સવારે કોરોના પોઝિટિવ દર્દીની ડિલિવરી કરવામાં આવી હતી ત્યારે આ ડિલિવરી દરમિયાન બાળકનો જન્મ થયો હતો ત્યારે આ માતા પુત્ર બંને હાલ સલામત છે અને સ્વાસ્થ પણ સારુ છે.ત્યારે આગામી સમય માં જનેમેલા બાળક નો પણ રિપોર્ટ કરવા માં આવશે તેવું હાલ જણાવવા માં આવ્યું છે.

માતા અને બાળક બંને સ્વસ્થ છે ત્યારે ખાસ આ સગર્ભાના પરિવારજનો દ્વારા સફળ ડિલિવરી બાદ જયદિપ પટેલ અને અલબત્ત ગાંધી હોસ્પિટલ ની ટીમ લીડર વેસીટીયન નો પણ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. અને પરિવારજનો દ્વારા જિલ્લાની ગાંધી હોસ્પિટલ ખાતે ફરજ બજાવતા કર્મચારીઓને મીઠાઈની પણ વેચણી કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.