Abtak Media Google News

વ્યાજ અને મારામારીના ગુનામાં સંડોવાયેલા શખ્સને રિમાન્ડ લેવાશે બે માસ પહેલાં છોટા ઉદેપુરના શખ્સ પાસેથી ખરીદ કર્યાની કબુલાત

લક્ષ્મીવાડીના નામચીન ફાયનાન્સના ધંધાર્થી શખ્સ પાસે બે પિસ્તોલ હોવાની બાતમીના આધારે એસઓજી સ્ટાફે ધરપકડ કરી પૂછપરછ હાથધરી છે.

Dsc 0904

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ લક્ષ્મીવાડીના ચિન્ટુ ઉર્ફે સંજયસિંહ જગતસિંહ ઝાલા નામના શખ્સ પાસે ગેર કાયદે હથિયાર હોવાની બાતમીના આધારે એસઓજી પી.આઇ. આર.વાય.રાવલ, એએસઆઇ ઘમેન્દ્રસિંહ રાણા, હેડ કોન્સ્ટેબલ ભાનુભાઇ મિયાત્રા, મોહિતસિંહ જાડેજા, મુકેશભાઇ રબારી અને કિશનભાઇ આહિર સહિતના સ્ટાફે રૂ.૨૦ હજારની કિંમતની બે દેશી બનાવટની પિસ્તોલ અને રૂ.૨૦૦ની કિંમતના બે જીવતા કારતુસ સાથે લક્ષ્મીવાડી મેઇન રોડ પરથી ધરપકડ કરી છે.

ચિન્ટુ ઉર્ફે સંજયસિંહ ઝાલાની પૂછપરછ દરમિયાન તે ફાયનાન્સનો ધંધો કરતા હોવાથી તેને અવાર નવાર થતી માથાકૂટના કારણે બે માસ પહેલાં છોટા ઉદેપુરના કવાટ ગામના શખ્સો પાસેથી ખરીદ કર્યાની કબુલાત આપી છે. ચિન્ટુ ઉર્ફે સંજયસિંહ ઝાલા સામે એક વર્ષ પહેલાં ભક્તિનગર પોલીસમાં મનીલેન્ડ એકટ હેઠળ તેમજ મારામારીનો ગુનો નોંધાયો છે.

છોટા ઉદેપુરના શખ્સોને ઝડપી લેવા માટે ચિન્ટુ ઉર્ફે સંજયસિંહ ઝાલાને રિમાન્ડ પર લેવા પોલીસે તજવીજ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.