Abtak Media Google News

પૃથ્વીમાં ગંદા પાણીની સરખામણીમાં શુધ્ધપાણીનો જથ્થો ખુબ જ ઓછો છે. જેથી આજે દુનિયામાં આ સમસ્યા એક ગંભીર પડકાર રૂપ બની ગઇ છે. તેમજ ટેક્નોલોજી પણ ગંદાપાણીમાંથી શુધ્ધપાણીમાં ‚પાંતર કરવા પ્રયત્નો કરી રહી છે. પરંતુ શું આ ગંદા પાણીને કારણે થતી મુશ્કેલીનો હલ શક્ય છે. એવો જ એક સિવેજ પાણી સંબંધિત વિચાર ગુજરાત રાજ્યમાં આવેલ બનાસકાઠા જીલ્લામાં કાણોદર ગામમાં ગ્રામપંચાયત દ્વારા એક યોજનાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

જેમાં બિન જરૂરી ઘરની અન્ય પ્રવૃતિઓમાંથી તથા શૌચાલયમાંથી આવતું ગંદુ પાણ સીધુ ગટર દ્વારા સિવેજમાં સંગ્રહ કરવામાં આવતો હતો. ત્યાર બાદ આ ગંદા પાણીની હરાજી કરવામાં આવતી હતી. અને આ પાણી મુખ્યત્વે ખેતરોની સિંચાઇ પધ્ધિતિ માટે ઉપયોગ કરવામાં આવતો હતો.

જેથી આ નિર્ણયને આજ સુધી અનુસરને ગ્રામ પંચાયતે સરકાર તરફથી ૮૦,૦૦૦ જેટલી આવક મેળવવામાં સફળ થઇ છે. તેમજ આ વિચારથી ગામના ખેડુતો તથા ગ્રામવાસીઓ આવી યોજનાની પહેલથી ખૂબ જ ખુશ છે. જે ગ્રામવાસીઓ માટે એક સમયે એક બુંદ માટે તરસ્તા હતા જે આજે ચો તરફ પાણી પાણી નો નજારો જોવા મળે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.