વિરાણી હાઇસ્કુલમાં વેલેન્ટાઇન-ડેની અનોખી ઉજવણી

69

ગાયોને ૪૦૦ કિલો લાડુ ખવડાવી માતૃ-પિતૃ પૂજન કાર્યક્રમ

આજે સમગ્ર વિશ્ર્વ પાશ્ર્વાત્ય સંસ્કૃતિનું આંધળુ અનુકરણ કરી વેલેન્ટાઇન ડે ઉજવવામાં મશગુલ છે. વૃઘ્ધાશ્રમની સંખ્યા વધી રહી છે, મા-બાપ અને સંતાનો વચ્ચેની આત્મીયતા ઘટી રહી છે. ત્યારે વિરાણી હાઇસ્કુલ દ્વારા વિઘાર્થીઓમાં પોતાના માતા-પિતા અને ગુરુજનો માટે સન્માન વધે, ભાવી પેઢીના માતા-પિતા પ્રત્યે આદરની ભાવના કેળવાય અને સંસ્કાર સિંચન થાય તેવા હેતુથી વિરાણી હાઇસ્કુલના પ્રાર્થના ખંડમાં માતૃ-પિતૃ પુજન ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત જય માતાજી અબોલજીવ માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ તથા ક્રિએટીવના નરેશભાઇ પટેલના સહયોગથી બાળકો ગાયોને ૪૦૦ કિલો લાડવા ખવડાવવાનું ભગીરથ કાર્ય કરી પુણ્યના ભાગીદાર બન્યા હતા. આ પ્રસંગે વિદ્યાર્થીઓએ હું મારા માતા-પિતાને ચાહું છું કારણ કે… વિષય પર પોતાના અભિપ્રાય રજુ કર્યા હતા.

વિદ્યાર્થીઓ વેલેન્ટાઇન ડે જેવા પશ્ર્ચિમી દેશોનું આંધળુ અનુકરણ ન કરે તે માટેના વિચારો રજુ કરવામાં આવ્યા. તેમજ વિદ્યાર્થીઓના માતા-પિતાને આમંત્રણ આપી તેમના સંતાનો દ્વારા વૈદીક મંત્રોચ્ચાર સાથે માતા-પિતા અને ગુરુજનોનું પૂજન કરવામાં આવ્યું. વિદ્યાર્થીઓએ માતા-પિતાની આરતી ઉતારી, પૂજા અર્ચના કરી તેમજ પ્રદક્ષિણા ફરી અને આશીર્વાદ મેળવ્યા હતા.

આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે દોલતસિંહ ચૌહાણ, મીતલભાઇ ખેતાણી, ચીરાગભાઇ ધામેચા, જલારામ સુપરવાઇઝર એસ.એલ. કાસુન્દ્રા તથા શિક્ષકો ઉ૫સ્થિત રહ્યા હતા. તેમ શાળાના આચાર્ય હરેન્દ્રસિંહ ડોડીયાની યાદી જણાવે છે. આ પ્રસંગે બાળકોને આશીર્વાદ આપવા રાજકોટ જીલ્લા શિક્ષણાધિકારી ઉપાઘ્યાય, પ્રશાંતભાઇ દવે, યુનિક વિકલાંગના શૈલેષભાઇ વિરાણી, પ્રાયમરીના આચાર્યા શીતલબેન નથવાણી ઉ૫સ્થિતિ રહ્યા હતા.

રંગાણી વિરાજ એ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આજે વિરાણી સ્કુલ ખાતે માતૃ-પિતૃ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બધાના વાલી આવ્યા હતા. બાળકોએ તેમના માતા-પિતાનું ઘ્યાન રાખવું જોઇએ તેમની આજ્ઞાનું પાલન કરવું જોઇએ.

જયમીત વાડોલીયા એ અબતક સાથેની વાતમાં જણાવ્યું હતું કે, આજનો આ માતા-પિતા પુજન કાર્યક્રમ અમને ખુબ ગમ્યો છે. અમે અમારા માતા-પિતાની પુજા કરી આશિર્વાદ લીધા હતા હું મારા પેરેન્ટસને ખુબ પ્રેમથી રાખીશ અને તેમને કયારેય વૃઘ્ધાશ્રમમાં નહી મોકલું માતા-પિતાની સેવા કરીશું.

જીતેન્દ્રભાઇએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આવા વિશેષ કાર્યક્રમ કરવાથી ખુબ આનંદ આવે છે. અલગ જ કાર્યક્રમ છે. આવનારી પેઢીને સરકાર મળે તે માટેની આ વિશેષ કાર્યક્રમ છે ભારતીય સંસ્કૃતિનું જતન થશે.

ગોહિલ અનિરુઘ્ધએ અબતક સાથેની વાતમાં જણાવ્યું હતું કે, આજના સમયમાં જે રીતે લોકો વેલેન્ટાઇ-ડે ઉજવે છે ત્યારે વિરાણી સ્કુલ દ્વારા એક અલગ જ રીતે આપણી પ્રાચીન સંસ્કૃતિની પરંપરા સજીવન રહે એ માટે વિરાણી સ્કુલ દ્વારા જે કાર્યક્રમ કરવામાં આવ્યો છે. તેમાં હાજરી આપી છે. અત્યારની પેઢી પાશ્ર્ચયાત પેઢીનું અનુકરણ કરે છે ત્યારે આવા કાર્યક્રમો થાય તો સમાજને અને વિદ્યાર્થીઓને પ્રેરણા મળે છે. અને બાળકો સારૂ જીવન જીવી શકે છે.

હરેન્દ્રસિહ  ડોડીયાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે છેલ્લા નવ વર્ષથી વિરાણી હાઇસ્કુલના વિદ્યાર્થીઓ દ્વારા માતૃ-પિતૃ પુજન કરી વેલેન્ટાઇન ડેની ઉજવણી કરવામાં આવે છે. આશરે ૧૦ વર્ષ પહેલા વર્તમાન પત્રોમાં શરમથી માથુ ઝુકી જાય તેવી ખરાબ પ્રસંગ આવ્યો ત્યારે અમને થયું કે આજની પેઢી આજની સંસ્કૃતિ ભુલાતી જાય છે. આપણી સંસ્કૃતીને ઉજાગર કરવાના હેતુથી આ માતૃ-પિતૃ વંદના કાર્યક્રમ છેલ્લા ૯ વર્ષથી કરવામાં આવે છે. આ ઉપરાંત ધોરણ ૯ ની વિદ્યાર્થી પોતાના માતા-પિતા, દાદા-દાદીનું પુજન કરવામાં આવે છે. વિદ્યાર્થીઓને એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પુરુ પાડે તે માટે શાળાના શિક્ષકોએ પણ પોતાના માતા-પિતાને આમંત્રિત કરી તેમનું પુજન કરી બાળકોમાં ઉત્કૃષ્ટ ઉદાહરણ પુરુ પાડે છે. આ ઉપરાંત ભારતીય સંસ્કૃતિ રહી છે તે જયારે જમવા બેસીએ ત્યારે રસોઇ બને ત્યારે પેલી રોટલી ગાયની અને છેલ્લી કુતરા માટેની રોટલી હોય છે. ત્યારે આ સંસ્કૃતિને ઉજાગર કરવાના હેતુથી એક ટ્રસ્ટ દ્વારા ૪૦૦ કિલો લાડુ નું વિતરણ  બાળકો અને માતા પિતાને આપવામાં આવશે ત્યારબાદ એ લોકો પોતાના હાથે પોતાના વિસ્તારની ગાય અને કુતરાને નાખશે પુલાવા એટેકને એક વર્ષ થયું ત્યારે કાર્યક્રમની શરુઆત પહેલા ૧ મીનીટ મૌન પાળી વિદ્યાર્થીઓ અને શિક્ષકો સૌએ મૌન પાળી શ્રઘ્ધાંજલી પાઠવી હતી.

Loading...