ભાઇ વગરની બહેનો માટે અનોખો રક્ષાબંધન કાર્યક્રમ યોજાયો

ભાઇ-બહેનના નિર્મળ પ્રેમના તહેવાર પર ભાઇની ખોટ અનુભવતી બહેનો પાસે રાખડી બંધાવીને તેમની ખોટને પુરતા જાણીતા સામાજીક આગેવાન માણસુરભાઇ વાળા

ભાઈ-બહેનના નિર્મળ પ્રેમનું પ્રતીક એવા રક્ષાબંધનની ભારત સહિત વિશ્વભરમાં ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે. પરંતુ,ભાઈ વગરની બહેનોને રક્ષાબંધનના તહેવાર પર ભારે ખોટીપો સાલે છે.આ રક્ષાબંધન પર આવી ભાઈ વગરની બહેનોને ભાઈ ન હોવાનો ખોટીપો ન સાલે તે માટે જાણીતા સામાજિક આગેવાન માણસુરભાઈ વાળા,બીજલભાઈ ચાવડીયા, ડેનિશભાઈ બોરીચા સહિતના મિત્રો દ્વારા શહેરના કુંભારવાડા વિસ્તારમાં એક અનોખા રક્ષાબંધન કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જેમાં આ મિત્રોએ અનેક ભાઈ વગરની બહેનો પાસે રાખડી બંધાવીને સામાજિક જવાબદારી અદા કરી હતી.માત્ર એટલું જ નહીં રાખડી બાંધનારી દરેક બહેનોને ભેટ સ્વરૂપે સાડી આપીને ભાઈ તરીકેની જવાબદારી અદા કરી હતી.

આ અનોખા રક્ષાબંધન કાર્યક્રમમાં અનેક ભાઈ વગેરેની બહેનોએ આ સામાજિક આગેવાનોને પોતાના ભાઈ માનીને હર્ષભેર રાખડી બાંધીને આ તહેવારને ઉજવ્યો હતો. હાલના કોરોના મહામારીના સમયમાં કોરોનાનો ચેપ ફેલાય નહીં તે માટે આ કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સ, મ્હોં પર માસ્ક અને સેનેટાઝરનો ઉપયોગ કરવામાં આવ્યું હતું.

રાખડી બાંધનારી બહેનોને આજીવન કોઇપણ કામ પડે તો તૈયારી: માણસુરભાઇ વાળા

આ કાર્યક્રમના આયોજક માણસુરભાઇ વાળાએ અબતક મીડીયા સાથેની મુલાકાતમાં જણાવ્યું હતું કે કે રક્ષાબંધનના દિવસે જે બહેનોને ભાઇ નથી હોતા ભગવાન દ્વારા જે ખોટ પડી છે તે ખોટ પૂરી કરવા માટે અમારા ગ્રુપ દ્વારા કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં જે બહેનો પોતાના ભાઇ ની ખોટ અભુવતા હોય તે બહેનો ને અમે ભાઇ તરીકે રાખડી બંધાવી ને ભેટ આપી છે. અમે આ બહેનોને એવું આશ્ર્વાસન પણ આપ્યું છું કે આજીવન કોઇપણ કામ પડે તો અમો ભાઇઓ તેમના માટે ર૪ કલાક હાજર છીએ.

Loading...