Abtak Media Google News

ગુંદા ગામે જતા યુવાનના અંતરિયાળ મોતથી પરિવારમાં અરેરાટીગુંદા ગામે જતા યુવાનના અંતરિયાળ મોતથી પરિવારમાં અરેરાટી

ભાણવડ નજીક ‚પામોરા ગામ નજીક પુર ઝડપે ઘસી આવેલા ટ્રક નીચે બાઇક સવાર યુવાન ચગદાતા તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નીપજતા પરિવારમાં અરેરાટી મચી ગઇ છે. પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથધરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ભાણવડ તાલુકાના મોટા ગુંદા ગામે રહેતા જૈનિશ જીવણભાઇ વાગડીયા નામના ૩૫ વર્ષના યુવાન જી.જે.૩૭બી. ૪૪૦૬ નંબરના બાઇક પર ભાણવડથી પોતાના ગામ મોટા ગુંદા જઇ રહ્યો હતો ‚પામોરા ગામ પાસે પહોચ્યો ત્યારે મોડીરાતે સામેથી આવતા જી.જે.૧૧સીટી. ૯૯૮૪ નંબરના ટ્રકની ઠોકરે ગંભીર રીતે ઘવાતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે.

ભાણવડ પોલીસે અકસ્માત સર્જી ભાગી છુટેલા ટ્રક ચાલક સામે ગુનો નોંધી ટ્રક કબ્જે કર્યો છે. મૃતક જૈનિશ વાગડીયાને સંતાનમાં એક પુત્ર હોવાનું જાણવા મળે છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.