Abtak Media Google News

ગત રોજ બપોરે કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલામાં 44  જવાનો શહીદ થયા છે. લોકોમાં આતંકી હુમલાને પગલેને ગુસ્સો જોવા મળી રહ્યો છે. શહીદોને શ્રદ્ધાંજલી આપવામાં આવી રહી છે.તેમાં સુરતના એક હીરા વેપારીએ શહીદ જવાનોને શ્રદ્ધાંજલી અંતર્ગત દીકરીના લગ્નના ભોજન સમારંભ સહિતના તમામ કાર્યક્રમ રદ કરી સાદાઈથી કરાવવાનો નિર્ણય કર્યો હોવાની એક પત્રિકા સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ છે. પરંતુ અત્યાર સુધી આ અંગે કોઈ કન્ફર્મેશન મળ્યું નથી. જોકે, આ નિર્ણયને લોકોએ આવકાર્યો છે.

Whatsapp Image 2019 02 15 At 1.46.53 Pmસોશિયલ મીડિયામાં વાઈરલ થયેલી પત્રિકામાં લખવામાં આવ્યું છે કે,  અમારી પુત્રી અમી અને મિતના શુભ વિવાહ નિર્ધાયા છે. પરંતું કાશ્મીરમાં થયેલા ઘોર આતંકવાદી હુમલામાં દેશના 42 જવાનો શહીદ થતાં અમે બંને વેવાઈ પક્ષોએ પરસ્પર સમંતીથી લગ્ન સંપૂર્ણ સાદાઈથી કરવાનું નક્કી કરેલ છે. અને જાહેર ભોજન સમારંભ રદ કરી શહીદોની સ્મૃતિમાં સેવા સંસ્થાઓને પાંચ લાખ અને શહીદ પરિવારને સંયુક્ત રીતે 11 લાખ આપવાનું નિર્ધારીત કર્યું છે. શેઠ દેવશી માણેક પરિવાર-ભાભર-સુરત, હસમુખભાઈ શેઠ, પદ્માવતી ડાયમંડ અને સંધવી પાનાચંદ લક્ષ્મીચંદ પરિવાર અજયભાઈ કુમારભાઈ સંધવી. જ્યારે આ લગ્નમાં કેટરર્સ દ્વાર પણ સહકાર આપ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.