જામનગરના ખોડિયાર કોલોની રોડ ઉપર ટ્રક અને એક્ટિવા વચ્ચે ગમખ્વાર અકસ્માત, સ્કૂટર ભડકે બળ્યું

જામનગરના ખોડિયાર કોલોની રોડ ઉપર ઓશવાળ સેન્ટર નજીક આવેલા સંતોષી માતાના મંદિર પાસે આજે અચાનક જ એક ટ્રક અને એક્ટીવા સ્કુટર વચ્ચે ટક્કર થઈ હતી આ ગમખ્વાર અકસ્માતમાં એક્ટીવા સ્કુટર અકસ્માત બાદ ભડકે બળ્યું હતું રસ્તા ઉપર ભડકે બળતા ગુટર ના કારણે થોડી મિનિટો માટે ટ્રાફિક જામ થઇ જવા પામ્યો હતો અને લોકો આ અકસ્માત જોવા ટોળે વળ્યા હતા ઘટનાની જાણ થતાં તરત જ પોલીસ અને ફાયરબ્રિગેડ વિભાગ ઓશવાળ સેન્ટર નજીક દોડી આવ્યા હતા હાલ મળતી માહિતી મુજબ એક્ટિવા ચાલકને ઇજા થતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

Loading...