Abtak Media Google News

૨.૦૯ લાખ મિલકત ધારકોએ વેરા પેટે જમા કરાવ્યા રૂ.૩૮૦ કરોડ: ટેકસનો ટાર્ગેટ હજુ ૯૦ કરોડ છેટો

રાજકોટ મહાનગરપાલિકાની ટેકસ બ્રાન્ચ દ્વારા વર્ષ ૨૦૧૮-૧૯થી કાર્પેટ એરીયા મુજબ મિલકત વેરાની આકારણીની અમલવારી શ‚ કરવામાં આવનાર છે. હાલ મિલકત સર્વે અને આકારણીની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. જેમાં છેલ્લા ૯ માસ દરમિયાન શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી નવી ૮૬૦૦ જેટલી મિલકતો મળી આવી છે. જો કે, મહાપાલિકાના ચોપડે હજુ ૩૮૦ કરોડની બાકી ઉઘરાણી બોલી રહી છે. આજ સુધીમાં ૨.૦૯ લાખ કરદાતાઓએ વેરા પેટે ૧૬૦ કરોડ જમા કરાવ્યા છે અને હજુ ટેકસનો ટાર્ગેટ ૯૦ કરોડ રૂપિયા છેટો છે.

વર્ષ ૨૦૧૬-૧૭ના અંતસુધીમાં શહેરમાં ૩.૮૭ લાખ મિલકતો નોંધાયેલી હતી. ચાલુ નાણાકીય વર્ષમાં આજ સુધીમાં ૩,૯૫,૬૦૦ મિલકતો નોંધાયેલી છે. આમ ચાલુ નાણાકીય વર્ષમાં નવી ૮૬૦૦ મિલકતો મળી આવી છે જેની આકારણી કરવામાં આવી છે. આજ સુધીમાં વેરા પેટે ટેકસ બ્રાન્ચમાં આઉટ સ્ટેન્ડીંગ ડિમાન્ડ રૂ.૩૮૦ કરોડ બોલી રહી છે. ચાલુ નાણાકીય વર્ષમાં ૨,૦૯,૩૨૫ મિલકત ધારકોએ વેરા પેટે મહાપાલિકાની તિજોરીમાં રૂ.૧૬૦ કરોડ અને ૯ લાખ જમા કરાવી દીધા છે.

શહેરમાં હાલ જે મિલકતો નોંધાયેલી છે જેમાં રહેણાંક હેતુ માટેની ૨.૦૯ લાખ મિલકતો કોમર્શીયલ હેતુની ૯૭ હજાર મિલકતો, ૮૬ હજાર કારખાનાઓ નોંધાયેલા છે. શહેરમાં કુલ ૨.૦૯ લાખ લોકોએ વેરો ભર્યો છે. બાકીના ૧.૮૬ લાખ મિલકત ધારકોએ આજ સુધી વેરો ભર્યો નથી. ચાલુ નાણાકીય વર્ષમાં ટેકસ બ્રાન્ચને રૂ.૨૫૦ કરોડનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. જેમાં આજ સુધીમાં કુલ ૧૬૦ કરોડની વસુલાત થવા પામી છે.

શહેરના વોર્ડ નં.૧માં ૨૪૫૨૦, વોડર નં.૨માં ૨૨૭૬૦, વોર્ડ નં.૩માં ૨૬૨૦૦, વોર્ડ નં.૪માં ૨૪૧૮૫, વોર્ડ નં.૫માં ૧૭૪૨૫, વોર્ડ નં.૬માં ૧૬૭૧૯, વોર્ડ નં.૭માં ૪૭૦૮૯, વોર્ડ નં.૮માં ૨૪૫૦૪, વોર્ડ નં.૨૦૭૩૭, વોર્ડ નં.૧૦માં ૨૯૭૭૫, વોર્ડ નં.૧૧માં ૩૧૬૨૧, વોર્ડ નં.૧૨માં ૩૦૦૦૫, વોર્ડ નં.૧૩માં ૨૪૩૧૭, વોર્ડ નં.૧૪માં ૨૩૯૬૩, વોર્ડ નં.૧૫માં ૧૬૦૨૧, વોર્ડ નં.૧૬માં ૧૬૦૫૪, વોર્ડ નં.૧૭માં ૧૯૧૨૪ અને વોર્ડ નં.૧૮માં ૩૩૮૯૨ મિલકત સહિત આજ સુધીમાં કુલ ૪૪૮૯૨૦ મિલકતોની કાર્પેટ એરીયા મુજબ આકારણીની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.