કોરોના પોઝિટિવના 8 નવા કેસ સાથે રાજ્યમાં કુલ 82 કેસ નોંધાયા

83

આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું છેકે, રાજ્યમાં આજે 8 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. તમામ નવા કેસ અમદાવાદમાં છે. આ સાથે કુલ પોઝિટિવ કેસ 82 થયા છે. જેમાં 67 સ્ટેબલ છે, 03 વેન્ટિલેટર પર છે અને 6ને ડિસ્ટાર્જ કરવામાં આવ્યા છે. જ્યારે રાજ્યમાં કુલ 6 લોકોના મૃત્યુ થયા છે. રાજ્યમાં ક્વૉરન્ટીનની સંખ્યા 19206 છે.

જેમાંથી 18487 હોમ ક્વૉરન્ટીન, 743 સરકારી ક્વૉરન્ટીન અને 253 ખાનગી ફેસેલિટીમાં ક્વૉરન્ટીન છે. રાજ્યમાં કુલ 1586 લેબોરેટરી ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 82 પોઝિટિવ, 1501 નેગેટિવ આવ્યા છે. જ્યારે 3 ટેસ્ટ પેન્ટિંગ છે.

શહેર પોઝિટિવ કેસ મોત
અમદાવાદ 31 03
ગાંધીનર 11 00
રાજકોટ 10 00
સુરત 10 01
વડોદરા 09 00
ભાવનગર 06 02
ગીર-સોમનાથ 02 00
કચ્છ 01 00
મહેસાણા 01 00
પોરબંદર 01 00
કુલ આંકડો 82 06
Loading...