સૌરાષ્ટ્રનાં 5 જિલ્લામાં ફરતા તમામ સાવજોનાં ગૃપોનાં કુલ 75 સિંહોને રેડિયો કોલર પહેરાવાયા

47

ભાવનગરથી માંડીને ગીર સુધીનાં તમામ જિલ્લાઓમાં ફરતા સિંહોનાં ગૃપો હવે વનવિભાગની નજર હેઠળ આવી ગયા છે. એક ગૃપમાં એક સિંહ એમ કુલ 75 સિંહોને આ રેડિયો કોલર પહેરાવી દેવાની કામગીરી પૂરી થઇ ગઇ છે. આ રેડિયો કોલર અંગે સીસીએફ વસાવડા કહે છે, આ સાવજોનું મોનિટરિંગ જ્યાં થાય છે એ સેન્ટર સીધું જ સેટેલાઇટ સાથે કનેક્ટેડ હોય છે. એજ રીતે સિંહના ગળામાં રહેલું રેડિયો કોલર પણ સીધું જ સેટેલાઇટ સાથે કનેક્ટેડ હોય છે. જ્યારે સેટેલાઇટ ગીર પરથી પસાર થાય ત્યારે તે આ રેડિયો કોલરનું સ્થાન ડીટેક્ટ કરે. આ વખતે રેડિયો કોલરમાં જે ટાઇમર ગોઠવેલું હોય એ સમયે રેડિયો કોલર પણ પોતાનું લોકેશન દર્શાવતું સીગ્નલ સેટેલાઇટને મોકલે. એ રીતે રેડિયો કોલર થકી સિંહનાં આખા ગૃપનું સ્થાન જેતે સમયે ક્યાં છે એ નક્કી થાય.

Loading...