મેન્સ હોકી વર્લ્ડ કપમાં કુલ મળીને ૧૬ ટીમો વચ્ચે મુકાબલા ખેલાશે

275
HOCKEY_INDIA
HOCKEY_INDIA

2018 ના નવેમ્બર-ડિસેમ્બર માહિનામાં યોજનાર મેન્સ હોકી વર્લ્ડ કપમાં ભારતનો સૌપ્રથમ મુકાબલો સાઉથ આફ્રિકા સામે થશે. ઓડીસાના ભુવનેશ્વરમાં ખેલાનારા મેન્સ હોકી વર્લ્ડ કપમાં  કુલ મળીને ૧૬ ટીમો વચ્ચે મુકાબલા ખેલાશે. ભારતને પૂલ C-માં સ્થાન મળ્યું છે અને તેની સાથે સાઉથ આફ્રિકાની સાથે બેલ્જીયમ અને કેનેડાને સ્થાન આપવામાં આવ્યું છે. ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની મેચ તારીક ૨૮ નવેમ્બરના રોજ રમવામાં આવશે. ભારતમાં યોજાનારો મેન્સ હોકી વર્લ્ડ કપ તારીખ ૨૮મી નવેમ્બરથી શરૂ થશે અને તારીખ ૧૬ ડિસેમ્બર સુધી ચાલશે.

પાકિસ્તાન પણ હોકી વર્લ્ડ કપમાં ભાગ લઈ રહ્યું છે અને તેઓને પૂલ D-માં નેધરલેન્ડ્સ, જર્મની, મલેશિયા સાથે સ્થાન મળ્યું છે. જ્યારે પૂલ-A-માં આર્જેન્ટીના, ન્યુઝીલેન્ડ, સ્પેન અને ફ્રાન્સ છે, જ્યારે પૂલ B-માં ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ અને આયર્લેન્ડ તેમજ ચાઈના છે. પૂલ મેચો તારીખ ૯ ડિસેમ્બર સુધી રમાશે અને મેચો શરરૂ થવાનો સમય સાંજે ૫ અને સાંજે ૭નો રહેશે.

૧૬ ટીમો વચ્ચે ૧૯ દિવસ ચાલનારા મુકાબલામાં પહેલા પૂલ મેચો રમાશે… જેમાંથી દરેક પૂલમા ટોચની ટીમો તો ક્વાર્ટર ફાઈનલમાં નિશ્ચિત બનશે. જ્યારે બીજા અને ત્રીજા ક્રમે રહેલી ટીમો વચ્ચે ક્રોસ-ઓવર મેચો રમશે, જેમાં વિજેતા બનનારી ટીમો ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશશે. આ પછીની તારીખ ૧૫મી ડિસેમ્બરે સેમિ ફાઇનલ અને ત્યાર બાદ તારીખ ૧૬ ડિસેમ્બરે ફાઈનલ રમાશે…

HOCKEY_INDIA
HOCKEY_INDIA
Loading...