રાજ્યભરની RTO કચેરી દ્વારા કુલ 108 ST બસ ડ્રાઈવર વિરુદ્ધમાં ફટકારી નોટિસ

33

ST નિગમ દ્વારા જ RTO ને દરખાસ્ત મોકલવામાં આવી છે કે, ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા ST ડ્રાઈવર સામે RTO દ્વારા કાર્યવાહી કરવામાં આવે તેની દરખાસ્ત મોકલવામાં આવી છે. આ કાર્યવાહી કરતા રાજ્યભરની RTO કચેરી દ્વારા કુલ 108 ST બસ ડ્રાઈવર વિરુદ્ધમાં નોટિસ મોકલવામાં આવી છે.

ST બસના અને AMTS તેમજ BRTS બસના ડ્રાઇવર વિરુદ્ધમાં પણ હવે કાર્યવાહી કરવામાં આવશે બસ ડ્રાઈવર દ્વારા ટ્રાફિક નિયમોનું જો ચુસ્ત પણે પાલન કરવામાં નહિ આવે તો બસ ડ્રાઈવર વિરુદ્ધમાં કાર્યવાહી કરી દંડ ફટકારવામાં આવશે તેમજ જો વધુ વાર બસ ડ્રાઈવર દ્વારા ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવશે તો જે તે બસ ડ્રાઈવરનું ડ્રાઇવિંગ લાઇસન્સ રદ કરવામાં આવશે.

Loading...