Abtak Media Google News

સિપાઈ સમાજના ૪૨૭ વિદ્યાર્થીઓ અને ૮ સરકારી કર્મચારીઓને સન્માનવામાં આવ્યા

શિક્ષણ એ એવું શક્તિ શાળી શસ્ત્ર છે, જેના થકી તમે તમારું ભવિષ્ય બનાવી શકો છો. આ વાક્ય ને સાર્થક કરતા ગુજરાત ભર ના સિપાઈ સમાજ ના યુવાનઓ કે જેમને પોતાના અભ્યાસીક ક્ષેત્રે કૈક સિદ્ધિ પ્રાપ્ત કરી પોતાના ક્ષેત્ર માં ડંકો વગયાળ્યો છે એવા ૧૧૦ વિદ્યાર્થીઓ,વિદ્યાર્થીનીઓ અને  છેલ્લા એક વર્ષ માં જેમને સરકારી નોકરી પ્રાપ્ત કરી છે તેવા ૮ યુવક યુવતીઓ ને શિલ્ડ અને પ્રોત્સાહક ઇનામ જૂનાગઢ ના સિવિલ જજ ઉમરખાન પઠાણ,અલ્પસંખ્યક નાણા નીગમ ના ડાયરેક્ટર યુસુફભાઈ વારૈયા,  નાયબ મામલતદાર પંકજભાઈ ભટ્ટ,વઢવાણ જેટકો ના ડેપ્યુટી એન્જીનીયર અલ્તાફભાઈ ખોખર,સિપાઈ સમાજ ની અલગ અલગ ગામ ની જમાત ના પ્રમુખો,કારોબારી સભ્યો,આગેવાનો,વડીલો અને ડોનરો ના હસ્તે આપવામાં આવ્યા તેમજ હાજર રહેલા બીજા ૩૧૭ વિદ્યાર્થીઓ ને પણ સર્ટીફીકેટ અને કોમ્પ્લીમેન્ટરી ગિફ્ટ આપી પ્રેત્સાહન આપવામાં આવ્યું. અલગ અલગ ગામો થી આવેલ ૧૫૦૦ થી વધારે મહેમાનો થી ભરેલ ડોમ માં કાર્યક્રમ ની શરૂઆત તિલાવતે કુરાન થી કરવામાં આવી અને આવેલ મહેમાનોનું શાબ્દિક સ્વાગત સિપાઈ સમાજ ટ્રસ્ટ ના ઉપ પ્રમુખ મુશર્રફભાઈ મોગલ દ્વારા કરવામાં આવ્યું અને સિપાઈ સમાજ ટ્રસ્ટ ના પ્રમુખ,ટ્રસ્ટીઓ અને સુરેન્દ્રનગર ના સિપાઈ ભાઈઓ દ્વારા આવેલ મહેમાનો નું ફુલહાર થી સ્વાગત કરવામાં આવ્યું આ પ્રસંગે સિપાઈ સમાજ ટ્રસ્ટ ના ઉપ પ્રમુખ મોહસીનખાન પઠાણ દ્વારા ટ્રસ્ટ ની કામગીરી થી આવે મહેમાનો ને માહિતગાર કરવામાં આવ્યા અને સિપાઈ સમાજ ટ્રસ્ટ ના ખજાનચી ફકરુદ્દીનભાઈ કુરેશી એ મોટિવેશન સ્પીચ આપી વિદ્યાર્થીઓ ને ભણવા માટે જિદ્દી બનવા અને મોબાઈલ નો ઉપયોગ અભ્યાસીક પ્રવૃતિઓ માટે કરવા આહવાન કર્યુ. અને આવનાર સમય માં સિપાઈ સમાજ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવનાર શૈક્ષણિક કામગીરી વિશે સિપાઈ સમાજ ટ્રસ્ટ ના પ્રમુખ ડો. અવેશ ચૌહાણ દ્વારા વર્ણવવામાં આવી. આમ આ કાર્યક્રમ સિપાઈ સમાજ ના વિદ્યાર્થીઓ માટે પ્રેરણા રૂ રહ્યો. આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે સિપાઈ સમાજ ટ્રસ્ટ ના પ્રમુખ,કારોબરો મિત્રો,સુરેન્દ્રનગર શહેર સિપાઈ જમાત અમે હશનૈન સિપાઈ યુવા ગ્રુપ ના કાર્યકરો ની ૨ મહિના ની અથાગ મહેનત ના પરિણામે ખૂબ જ સારી રીતે પૂર્ણ થયો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.