Abtak Media Google News

કયાં કારણોસર શાળામાં ઝેર પીવું પડયું ? તેની તટસ્થ તપાસ કરવા પરિવારજનોની માંગણી

વિસાવદરના ધોકાસણ ગામે રહેતા ધીરુભાઇ પરમારની ૧૭ વર્ષની દિકરીએ સ્કુલેથી દવા પીધાના સમાચાર મળતા પરીવારમાં શોક સાથે સ્તબ્ધતા ફરી વળી હતી ધોડાસણ ગામે રહેતા અને ખેત મજુરી કરતા પીતા સવારે સાત વાગે બે દિકરીઓને સ્કુલે છોડયા પછી ગણતરીના કલાકોમાં એવું તે શું થયું કે જેમાં દિકરીએ દવા પીધી દવા પીધાના સમાચાર પરીવારને મળતા જ આખો પરીવાર ખાતે સગા સંબંધી અને સ્નેહીઓના ટોળા સીવીલ હોસ્૫િટલ ખાતે એકઠા થયા હતા.

પોલીસ પાસેથી મળતી વિગતો અનુસાર વિસાવદરના ધોડાસણ ગામે રહેતી અને વિસાવદર સતાધાર રોડ પર આવેલ એન.સી. પરમાર ગર્લ્સ હાઇસ્કુલમાં ધો.૧રમાં અભ્યાસ કરતી કાજલ ધીરુભાઇ પરમાર સવારે સ્કુલે આવ્યા પછી સ્કુલ સ્ટાફને તેણીએ દવા પીધેલ હોવાનું જાણવાતા તેણીને પ્રથમ વિસાવદર અને બાદમાં જુનાગઢ સારવારમાં ખસેડેલ જુનાગઢ સીવીલ હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન તેણીનું કમકમાટી ભર્યુ મોત થતા પરીવાર પર શોકનું મોજુ ફરી વળ્યુ હતુ ધીરુભાઇની બંને દીકરીઓ એક જ હાઇસ્કુલમાં અભ્યાસ કરતી હોય નાની દિકરીને પણ આ ઘટના વિશે કંઇપણ ખ્યાલ કે અંદાજ ન હોવાનું રટણ કર્યુ હતુ.

પણ સ્કુલમાં બનેલી આ ઘટનાથી સ્કુલમાંં અભ્યાસ કરતા વિઘાર્થીઓના વાલીઓ તેમજ સ્થાનીકોમાં બાળકોની સુરક્ષા માટે અનેક સવાલો ઉઠવા પામ્યા હતા. તેમજ આ અંગે તટસ્થ તપાસ થાય તેવી માંગ પણ ઉઠવા પામી હતી પોલીસ ઇન્સ્પે. પરમારએ બનાવની તપાસ આદરી નિવેદનો નોંધાવાનું શરુ કર્યુ હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.