ઉપલેટામાં કાલે નગરપાલિકા દ્વારા સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ

ખોડલધામના પ્રમુખ નરેશભાઇ પટેલ, ધારાસભ્ય લલિત વસોયા, સામાજીક કાર્યકર ડો. એ.જી. પટેલ સહિતના મહાનુભાવો રહેશે ઉ૫સ્થિત

રાષ્ટ્ર નિર્માણ ના શિલ્પી અને દેશના લોખંડી પુરૂષ સરદાર પટેલના આવતીકાલે જન્મ જયંતિ નિમિતે તેમની પ્રતિમાની અનાવરણી વિધિ  ઉપલેટા નગરપાલિકા દ્વારા યોજાનારે છે.

આ અંગે નગરપાલિકાના પ્રમુખ દાનભાઇ ચંદ્રવાડીયાએ સ્થાનીક પક્ષકારોને માહીતી આપતા જણાવેલ કે, છેલ્લા ઘણા સમયથી પાટીદાર સમાજની માંગણીને ઘ્યાનમાં રાખી રાષ્ટ્રના નિર્માણમાં જેનું મહત્વનું યોગદાન છે. તેવા દેશના લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલની ૧૪૬ જન્મ જયંતિ નીમીતે શહેરના મુખ્ય જીનમિલ ચોકમાં સરદાર વલ્લભભાઇ પટેલની પુરા કદની પ્રતિમાનું અનાવરણ વિધીમાં કાર્યક્રમ રાખવામાં આવેલ છે.

કાલે સવારે ૯.૩૦ કલાકે રેલવે સ્ટેશન પાસે કવિવર રવિન્દ્રનાથ ટાગોર રંગ ઉપવનમાં શહેરીજનોની ઉ૫સ્થિતિમાં ખોડલધામ ટ્રસ્ટ કાગવડના પ્રમુખ નરેશભાઇ પટેલ, ઉપલેટાના ધારાસભ્ય લલીતભાઇ વસોયા, પાટીદાર સમાજના જાણીતા કેળવણીકાર અને ભામાશા ડો. અરૂણભાઇ જી. પટેલના હસ્તે સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાની અનાવરણ વિધી રાખવામાં આવી છે.  આ તકે વિશેષ ઉપસ્થિત મહેમાનોમાં લેઉવા પટેલ સમાજના પ્રમુખ છગનભાઇ સોજીત્રા, કડવા પટેલ સમાજના પ્રમુખ ગોપાલભાઇ ઝાલાવડીયા આહિર  સમાજના પ્રમુખ નરેન્દ્રભાઇ સુવા, રાજકોટ નાગરીક બેન્ક ઉપલેટા શાખાના ચેરમેન ભૂપતભાઇ ગોવાણી, યાર્ડના ચેરમેન માધવજીભાઇ પટેલ, તાલુકા સંઘના પ્રમુખ વલ્લભભાઇ સખીયા, બેન્કના ડીરેકટર હરિભાઇ ઠુંમર, અમિનભાઇ શેઠ, પ્રવિણભાઇ દલસાણીયા, વિનુભાઇ ઘેરવડા, વિઠલભાઇ વોરા, પી.ડી. ભેડા, હકુભા વાળા, રમણીકભાઇ ઠુમર, પ્રવિણભાઇ કાલાવડીયા, ગુણવંતભાઇ રાણીંગા, કૃષ્ણ કાંન્તભાઇ ચોટાઇ સહીત વિવિધ સામાજીક સંસ્થાના આગેવાનો હાજર રહેશે આ કાર્યક્રમમાં પધારવા દાનભાઇ ચંદ્રવાડીયા, રણુભા જાડેજા, જયશ્રીબેન સોજીત્રા, મયુરભાઇ સુવા વગેરે દ્વારા અનુરોધ કરાયો છે.

Loading...