Abtak Media Google News

ચાર્ટ, પ્રોજેકટસ અને મોડલ્સના ઉપયોગથી બાળનગરીનું અદભૂત સર્જન

બાળકોમા રહેલી સર્જન શકિત ખીલે અને તેમને એક પ્લેટફોર્મ મળે તેવા હેતુથી સરગમ કલબ સંચાલિત અનિલ જ્ઞાન મંદિર અને સ્વસ્તિક ગર્લ્સ હાઈસ્કુલમાં એક અનોખા નસબ્જેકટ ફેરથનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ સબ્જેકટ ફેરમાં વિવિધ પ્રોજેકટ્સ, ચાર્ટ્સ અને મોડલ્સના ઉપયોગ દ્વારા બાળનગરીનું અદભૂત સર્જન કરવામાં આવ્યું હતુ.

સબ્જેકટ ફેરમાં મેથ્સ ઝોન, સ્વચ્છતા, આર્ટ, સ્પોર્ટસ, સ્પેસ, ટેકનોલોજી, સાયન્સ ઝોન, ઓર્ગેનિક પ્લાન્ટસ, ભાષા પરિચય, ટ્રાફીક ઝોન, લીગલ લીટરસી કલબ, લાઈવ કોર્ટ સીન, લાઈવ સ્કૂલ ડોકયુમેન્ટરી, સેલ્સ ડિપાર્ટમેન્ટ, ફૂડ ઝોન અને ફ્રી રાઈડ જેવા વિષયોને આવરી લેવામાં આવ્યા હતા.

આ સબ્જેકટ ફેરની સૌથી મોટી વિશેષતા એ હતી કે, તેમાં તૈયારી માટે મોટા ભાગે વસ્તુઓનો પુન: ઉપયોગ કરવામાં આવ્યો હતો.

અ સબ્જેકટ ફેર ઉપર દેખરેખ શાળાની શિક્ષીકાઓ ઝંખનાબેન, કાજલબેન, નિધિબેન, આરતીબેન, અમીબેન, જયનીબેન, નિશાબેન, જાગૃતિબેન અને અન્યોએ રાખી હતી. આ કાર્યક્રમનું સંચાલન દ્રષ્ટીબેન પાઠક અને રેખાબેન પરમાર દ્વારા કરવામાં આવ્યું હતુ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.