Abtak Media Google News

રાજકોટનો અનુભવ સુરતમાં ખુબ જ કામ લાગશે: સુરતને દેશનું અર્બન મોડેલ બનાવવાની ઈચ્છા: બંછાનિધી પાનીએ ચાર્જ છોડતા પહેલા લીધી ‘અબતક’ મીડિયા હાઉસની શુભેચ્છા મુલાકાત: નવનિયુકત મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલને શુભકામના પાઠવી રાજકોટવાસીઓને તમામ પ્રોજેકટમાં તેઓને સાથ આપવા કરી હાંકલ

સમસ્યા હલ કરનારો માણસ છું, કયારેય ટેન્શન લેતો નથી, ચહેરા પર સદાય મુસ્કાન રાખું છું: મુખ્યમંત્રીએ પણ ખુબ જ સહકાર આપ્યો: રાજકોટનો પાણી પ્રશ્ર્ન કાયમી માટે હલ થયો તે સૌથી મોટી અને સંતોષકારક કામગીરી: પાની

રાજકોટ મહાનગરપાલિકાનાં મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીની સુરત મહાનગરપાલિકાનાં કમિશનર તરીકે બદલી થઈ જવા પામી છે. આજે રાજકોટમાંથી ચાર્જ છોડતા પહેલા તેઓએ અબતક મીડિયા હાઉસની મુલાકાત લીધી હતી અને પોતે ૩ વર્ષ દરમિયાન શહેરનાં વિકાસ માટે કરેલી કામગીરીનાં સંસ્મરણો વાગોળ્યા હતા અને રાજકોટમાં રહેલી વિકાસની ભરપુર તક અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રનાં પાટનગર એવા રાજકોટમાં સ્માર્ટ સિટી માટેનો તમામ માહોલ હવે સંપૂર્ણપણે બની ગયો છે જેને સતત આગળ વધારવો જોઈએ. શહેરની વર્ષો જુની પાણીની સમસ્યાને કાયમી ધોરણે હલ કરવાની કામગીરીથી વિશેષ સંતોષ છે. રાજકોટનો અનુભવ સુરતમાં કામ લાગશે અને હવે સુરતને દેશનું અર્બન મોડેલ બનાવવાની મારી ઈચ્છા છે.

A-Smart-City-Environment-Has-Been-Created-Which-Needs-To-Be-Continued-Bhanchhanidhi-Pani
a-smart-city-environment-has-been-created-which-needs-to-be-continued-bhanchhanidhi-pani

અબતક મીડિયા હાઉસની મુલાકાત દરમિયાન તેઓએ જણાવ્યું હતું કે, રવિવારે કોઈપણ પ્રકારની આગાહી ન હોવા છતાં વરસાદ વરસ્યો અને આજીડેમ ઓવરફલો થતાની સાથે જ મેઘરાજાએ વિરામ લીધો જે ખરેખર નશીબની વાત છે. નામ મુજબ કામ કર્યું છે. શહેરની પાણીની સમસ્યા કાયમી ધોરણે હલ કરી દીધી છે. મુખયમંત્રી વિજયભાઈ રૂપાણીએ પણ રાજકોટમાં કામગીરી દરમિયાન ખુબ જ સપોર્ટ આપ્યો છે. નાની-મોટી વાતમાં જયારે કોઈ વિવાદ થતો ત્યારે તે હંમેશા સોલ્વ કરી દેતા હતા. રાજકોટમાં શરૂઆતનાં ૬ મહિનામાં મહાપાલિકા કચેરીમાં સતત ટોળાશાહી જોવા મળતી હતી પરંતુ છેલ્લા ૬ માસમાં ટોળાઓ આવતા બંધ થઈ ગયા જે સૌથી મોટી વાત છે. રાજકોટમાં માળખાકિય સુવિધાઓ વધારવા માટે કામ કરવામાં આવ્યું, સ્માર્ટ સિટી, આઈ-વે પ્રોજેકટ, ગાંધી મ્યુઝિયમ જેવા આંતરરાષ્ટ્રીય કક્ષાનાં પ્રોજેકટ મારા કાર્યકાળમાં બન્યા. અર્બન ફોરેસ્ટ, સ્માર્ટ સિટી એરિયામાં ૩ નવા સરોવર, શહેરભરમાં એલઈડી લાઈટ લગાવવામાં આવી, ટેકસમાં લાયસન્સરાજ બંધ કરી કાર્પેટ એરીયાની અમલવારી કરવામાં આવી, મેરાથોન, સાયકલીંગ, પતંગ મહોત્સવ ટુંકમાં મેં જે ધાર્યું તે કામ રાજકોટમાં કરી બતાવ્યું અને રાજકોટવાસીઓનો પણ તેમાં જબ્બરો સહયોગ મળ્યો.

A-Smart-City-Environment-Has-Been-Created-Which-Needs-To-Be-Continued-Bhanchhanidhi-Pani
a-smart-city-environment-has-been-created-which-needs-to-be-continued-bhanchhanidhi-pani

તમારા ચહેરા પર કાયમ મુસ્કાન જોવા મળે છે તેનું કોઈ ખાસ રાજ ખરું ? આ પ્રશ્ર્નનાં જવાબમાં ખલખલાટ હસતાં બંછાનિધી પાનીએ જણાવ્યું હતું કે, ટેન્શન લેવું તે મારા સ્વભાવમાં નથી. હું સમસ્યા હલ કરનાર માણસ છું. અઘરામાં અઘરો પ્રોબ્લેમ મારી સમક્ષ મુકવામાં આવે તો હું તેને સરળતાથી હલ કરી દઉ છું. લોકોનો જયારે પણ ફોન આવે હું રિસીવ કરું છું અને સમસ્યા હલ કરવા માટે સતત પ્રયત્નશીલ રહું છું. સાચો ઓફિસર એ જ છે જે પોતાને ઓફિસર નહીં પરંતુ જે-તે શહેરનો નાગરિક સમજી કામગીરી કરે. હું રાજકોટમાં સાયકલ લઈને ફરું ત્યારે કચરો અને ખાડા જોવું તો મને તેટલું જ દુ:ખ થતું હતું જેટલું એક રાજકોટવાસીઓને થાય. કમીટમેન્ટ, સેન્સેટીવ, એપ્રોચેબલ, અભિગમ સાથે મેં કામ કર્યું છે. સમય કયારેય રોકાતો નથી. બ્રીજ, સ્માર્ટ સિટી સહિતનાં કામો ઝડપથી કરવાને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું. મેં રાજકોટમાં એક લો-પ્રોફાઈલ તરીકે રહીને કામ કર્યુર્ં. તમારા દુરંદેશી હોય તો ચોકકસ સફળતા મળે છે. રાજકોટ એક મેટ્રો પોલીટીન સિટી બને તે માટેની મોટાભાગની તૈયારી થઈ ગઈ છે. જાહેરમાં થુંકનાર, કચરો ફેંકનારને દંડવાની કામગીરીથી મોટું પરીવર્તન આવ્યું છે. સ્માર્ટ સિટી માટેનો સંપૂર્ણ માહોલ ઉભો થઇ ગયો છે જેને હવે સતત આગળ વધારવાની જરૂરીયાત છે.

A-Smart-City-Environment-Has-Been-Created-Which-Needs-To-Be-Continued-Bhanchhanidhi-Pani
a-smart-city-environment-has-been-created-which-needs-to-be-continued-bhanchhanidhi-pani

તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, ગ્લોબલ સિટી તરીકે રાજકોટની એક અલગ જ ઓળખ ઉભી થઈ છે. રાજય સરકારની સૌથી સારી વાત એ છે કે, તે કર્મઠ વ્યકિતનો ઉત્સાહ સતત વધારે છે જો આવું થતું હોય તો શહેર માટે સતત વધુ કાંઈક કરી છુટવાની તમારી ઈચ્છા આપબળે જાગૃત થતી હોય છે. આવી સરકાર મળે તો હજુ સારું પર્ફોમન્સ આપી શકાય છે. રાજકોટમાંથી મને મ્યુનિસિપલ કમિશનર તરીકે મળેલો અનુભવ સુરતમાં ચોકકસ કામ લાગશે. સુરતમાં ઘણા મોટા પ્રોજેકટ બની રહ્યા છે અને સુરતને દેશનાં અર્બન મોડેલ તરીકે ડેવલોપ કરવાની મારી ઈચ્છા છે. રાજકોટનાં નવનિયુકત મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલને તેઓએ શુભેચ્છા પાઠવી હતી. સાથો સાથ રાજકોટવાસીઓને એવી અપીલ પણ કરી હતી કે, ઉદિત અગ્રવાલ ખુબ જ સારા અધિકારી છે. તેઓ શહેરનાં વિકાસ માટે જે પ્રોજેકટ હાથમાં લે તેમાં પુરતો સહયોગ આપજો. રાજકોટ મેટ્રો સિટી તરફ બનવા ખુબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે અને આગામી દિવસોમાં રાજકોટની એક અલગ જ ઓળખ હશે તેવો વિશ્ર્વાસ પણ તેઓએ વ્યકત કર્યો હતો.

‘અબતક’ માટે પોતિકી લાગણી, ખુબ જ સહયોગ મળ્યો: પાની

નવરાત્રી મહોત્સવમાં રાજકોટ આવવાની ઈચ્છા પણ વ્યકત કરી: ‘અબતક’નું આમંત્રણ સ્વીકાર્યું

આઈએએસ બંછાનિધી પાનીએ આજે મ્યુનિસિપલ કમિશનરનો ચાર્જ છોડતા પૂર્વે અબતક મીડિયા હાઉસની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેઓએ જણાવ્યું હતું કે, અબતક સાથે મારી અંતરંગ અને પોતિકી લાગણી જોડાયેલી છે. અબતકનાં સ્ટાફ મિત્રોએ પણ મને ખુબ જ સહયોગ આપ્યો છે. કોઈપણ બાબતમાં જયારે તેઓએ મારો કોટ લેવાનું નકકી કર્યું હોય ત્યારે મેં હંમેશા તેઓને સહયોગ આપ્યો છે. સાથો સાથ અબતકે પણ મને પુરતો સહયોગ આપ્યો છે. ગત વર્ષે બંછાનિધી પાની અને તેઓનાં ધર્મપત્ની સીમા પાની અબતક આયોજીત સુરભી રાસોત્સવમાં મહેમાન બનીને આવ્યા હતા અને ગરબે ઘુમ્યા હતા. અબતકનાં મેનેજીંગ તંત્રી સતિષકુમાર મહેતાએ તેઓને આ વર્ષે પણ નવરાત્રી મહોત્સવમાં રાજકોટ ખાતે પધારવા સહર્ષ આમંત્રણ આપ્યું હતું તેનો પાનીએ પણ સ્વિકાર કર્યો હતો અને એવું પ્રોમેસ કર્યું હતું કે, તેઓ નવરાત્રીમાં રાજકોટ ચોકકસ આવશે અને અબતક આયોજીત સુરભી રાસોત્સવમાં ગરબે ઘુમશે. ગત વર્ષે નવરાત્રી મહોત્સવ દરમિયાનનાં પ્રસંગને પણ તેઓએ યાદ કર્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.