ધોકડવા બાયપાસ ચોકડી પાસે નમી ગયેલા બે વીજપોલ અકસ્માત નોતરે તેવી સ્થિતિ

પીજીવસીએલના અધિકારીઓની નજરમાં હોવા છતા આંખ આડા કાન કરે છે

ગીરગઢડાના ધોકડવા ગામે બાઇપાસ ચોકડી પાસે ત્રણ રસ્તા એકત્ર થતાં હોય જેમાં ઉના-તુલસીશ્યામ તેમજ ગીરગઢડા-ખાંભા તરફ જતાં રસ્તાના કોર્નર પર પીજીવીસીએલનો વિજ પોલ ઢળી ગયેલ હાલતમાં જોવા મળી રહ્યો છે. ત્યારે આ વિજ પોલ ગમે ત્યારે મોટી દુર્ઘટના સર્જાય શકે તેવી હાલતમાં ઉભો છે. આ વિજ પોલ પર જીવતા વિજ વાયરોની લાઇન પસાર થતી હોય અને મુખ્ય રસ્તો હોવાથી વાહન તેમજ રાહદારીઓની સતત અવર જવર થતી હોય છે. તેમજ અહીંથી ધોડકવા પીજીવીસીએલની કચેરીએ જવાનો મુખ્ય રસ્તો હોય પીજીવીસીએલના અધિકારીઓ ત્યાથી પસાર થતા હોવા છતાં આંખ આડા કાન કરતા હોવાનો ધાટ જોવા મળી રહ્યો છે. આ ઢળી ગયેલા બે વિજ પોલ અકસ્માત સર્જી નીચે પડશે અને કોઇને જાનહાની થશે તો જવાબદાર કોણ તેવા અનેક સવાલ ગામ લોકોમાં ઉઠી રહ્યા છે. જ્યારે આ મોટી દુર્ધટના બને તે પહેલા પીજીવીસીએલ દ્વારા ઢળી ગયેલા પોલને તાત્કાલીક દૂર કરી અન્ય પોલ ઉભા કરવાની માંગણી ઉઠવા પામેલ છે

Loading...