ધ્રોલ પોલીસ અધિકારીઓ દ્વારા દિકરા દિકરી એક સમાન અભિયાન ચલાવાયું

અભિયાન અંતર્ગત બેટી પઢાઓ, બેટી બચાઓ, બાળ લગ્ન અટકાવો જેવા મુદાઓ પર લોકોને જાગૃત કરાયા

ધ્રોલ પોલીસ અધિકારીઓ દ્વારા તાજેતરમાં દિકરા -દિકરી એક સમાન અભિયાન ચલાવવામાં આવ્યું હતુ.

આ અભિયાન અંતર્ગત બેટી પઢાઓ, બેટી બચાવો બાળ લગ્ન અટકાવો વગેરે મુદાઓ પર લોકોને સમજણ આપવામાં આવી હતી.

ધ્રોલ પોલીસ સ્ટેશન દ્વાર દિકરી દિકરા એક સમાન અભિયાન ચલાવામાં આવ્યું . જેમાં ધ્રોલ પોલીસ સ્ટેશનની મહિલા કર્મચારીઓ અને સ્થાનિક મહિલાઓને સાથે રાખી ગાંધીચોક, મેનબજાર, પટેલસમજ રોડ અને દરબારગઢ સહિતના જુદા જુદા વિસ્તારોમાં પોલીસ એકટને લાગતા સેમિનાર યોજી સમજણ આપવામાં આવી હતી. જેમાં દિકરી દિકરા એકસમાન, બેટી પઢાવ બેટી બચાવ, બાળ લગ્ન અટકાવ જેવી અનેક બાબતોની જાગૃતો આવે તે માટે લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા.

ત્યારે આ અભ્યાનમાં ધ્રોલ PSI સી.એમ.કંટાલિયા, મહિલા પોલીસ કોન્સ્ટેબલ ભારતીબેન ચાવડા, ASI પરમાર કનુભાઈ અને તમામ પોલીસ સ્ટાફ સાથે રહીને આ બાબતે જાગૃતિ ફેલાવી હતી.

Loading...